________________
साद्यनन्तत्वात् । इति पूर्वोक्तप्रकारेण य: संबुद्धीकृतः स પ્રવ: જિનેન્દ્ર પરત્મા ને તિઃ | ત || ક || -
ટાર્થ :- તે જિનેંદ્ર કેવા છે કે જેઓને નિરાશ એટલે આશીભાવ-સકામપણાથી મુક્ત એવા ભવ્યજીવોએ આ પ્રમાણેના સંબોધનોથી સમ્યક પ્રકારે ઓળખેલા છે. તે સંબોધનો આ પ્રમાણે . છે. હે હૃષીકેશ ! હૃષીક એટલે ઇંદ્રિયો-તેના ઇશ-પ્રભુ અહિં પ્રભુપણું અતીન્દ્રિય જ્ઞાનપણાથી જાણવું. હે વિષ્ણુ! એટલે ભગવંતનું જ્ઞાન લોકાલોકને વ્યાપી રહેલું છે. તેથી વિષ્ણુ કહેવાય છે. તે જગન્નાથ ! એટલે ત્રણ જગતમાં રહેલા ભવ્ય પ્રાણીઓના યોગક્ષેમ કરનાર હોવાથી સ્વામીરૂપ હે જિષ્ણુ! એટલે રાગ-દ્વેષાદિ શત્રુઓને જીતનારા. હે મુકુંદ ! પાપથી મુક્ત થાય અથવા મુક્ત કરાવે તે મુકુંદ કહેવાય. અહિં મુ ધાતુને કૌમુદીનો મુન્દ પ્રત્યય આવેલો છે. હે અશ્રુત ! એટલે જેમને ક્યારે અથવા કોઈ પ્રકારે નિજપદ થકી લના થવાની નથી એવા. હે શ્રીપતિ ! એટલે કેવલજ્ઞાન તથા કેવલદર્શનરૂપ લક્ષ્મીના પતિ. તે વિશ્વરૂપ ! વિશ્વ એટલે સર્વ અસંખ્યાતપ્રદેશે અનાવૃત એવું રૂપ છે જેનું એવા. તે અનંત ! એટલે જેમનો મૃત્યુરૂપ અંત નથી એવા, સિદ્ધનું સાદિ અનંતપણું હોવાથી. આ પ્રમાણે સંબોધનો આપી જેમને નિષ્કામ પુરૂષોએ સ્તવેલા છે, તે એક જ પરાત્મા જિતેંદ્ર મારી ગતિ થાઓ. ૫
पुरानङ्गकालारिराकाशकेशः, कपाली महेशो महाव्रत्युमेशः ।।
| પંર સ્તોત્ર
|
૧૪