________________
જાણનારા છે. અર્થાત્ તત્ત્વજ્ઞ છે. વળી તે પુરાણ એટલે વૃદ્ધપુરૂષ છે. કારણ કે, સિંદ્ધનું અનાદિપણું છે. વળી પુમાન્ એટલે સર્વજીવોની રક્ષા કરનારા છે. પુનઃ અલક્ષ્ય છે. એટલે ઇંદ્રિયજનિત જ્ઞાન વડે અદશ્ય હોવાથી લક્ષ કરી શકાય તેમ નથી. વળી અનેક છે. એટલે અનંતપર્યાયાત્મક વસ્તુઓના જ્ઞાતા હોવાથી અનેક છે. કારણ કે જોય (જાણવા યોગ્ય) અને જ્ઞાતા (જ્ઞાનવાનું)માં અભેદપણું છે. પુનઃ નિશ્ચયનયથી એક પણ છે. કારણ કે, દ્રવ્યાશ્રિતનયના પણ તે આશ્રિત છે. તે વિષે સિદ્ધાંતમાં એવું વચન છે કે, “એક, નિત્ય અને અવયવરહિત છે.” વળી પ્રકૃત્તિ એટલે કર્મ પ્રકૃત્તિ વિગેરેના પરિણામ વડે ઉપાધિરૂપ છતાં પણ આત્મવૃત્તિ એટલે શ્રદ્ધા, ભાસન અને રમણતાની પરિણતિ વડે સ્વભાવમય છે. એવા જિનેંદ્ર મારી ગતિરૂપ હો. ૨.
जुगुप्साभयाज्ञाननिद्राविरत्यङ्गभूहास्यशुद्वेषमिथ्यात्वरागैः । न यो रत्यरत्यन्तरायैः सिषेवे,
સ વિર: પરાત્મા મસિમેં નિઃ + રૂ - ભાવાર્થ- નિંદા, ભય, અજ્ઞાન, નિદ્રા, અવિરતિ, કામાભિલાષ, હાસ્ય, શોક, દ્વેષ, મિથ્યાત્વ, રાગ, રતિ, અરતિ, દાનાંતરાય, લાભાંતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય અને વિયતરાય એ પાંચ અંતરાય-એ પ્રમાણેના અઢાર દોષો જેને સેવતા નથી, તેવા એક જ પરાત્મા જિનેંદ્ર મારી ગતિરૂપ હો. ૩.
८ श्री वर्धमान द्वात्रिंशिका