________________
संविग्ना वयमात्मनिन्दनमिदं कुर्मः पुनर्बोधये ॥ ९ ॥ | ભાવાર્થ એવા પણ કેટલાંક મહામુનિઓ વર્તમાનમાં હાજર છે કે જેમના દર્શન-વંદન-પ્રણામ, ચરણસ્પર્શ અને સ્તવના કરીને પ્રજા સંસારથી મુક્ત થાય છે. એ મુનિપુંગવો શુકલપક્ષની રાતની ચાંદની જેવા દેદીપ્યમાન છે. ઘોર કલિયુગમાં પણ તપના અજવાળા પાથરનારા, આવા મુનિવૃષભોને અમે નમસ્કાર કરીએ છીએ. અમે સંવિગ્ન છીએ. અમે આત્મનિંદા પણ સમ્યક્તની શુદ્ધિ માટે કરીએ છીએ. रागो मे स्फुरति क्षणं क्षणमथो वैराग्यमुज्जृम्भते द्वेषो मां भजति क्षणं क्षणमयो मैत्री समालिकति । दैन्यं पीडयति क्षणं क्षणमथो हर्षोऽपि मां बाधते, कापेयकृपणाऽकृपापरिवृत्तैः कार्य हहा कर्मभिः ॥ १० ॥
ભાવાર્થ ક્યારેક રાગના ખેલ મચે છે તો ક્યારેક એ જ મનમાં વૈરાગ્ય જાગે છે. ક્યારેક દ્વેષની આગ ભભૂકે છે તો ક્યારેક એ જ મનમાં મૈત્રીની હરિયાળી ખીલે છે. ક્યારેક દીનતામાં જકડાઈ જાય છે તો ક્યારેક એ જ મન હર્ષની લહેર પર સવાર થાય છે.
હાય! શું કરીએ? માંકડા જેવા અમારા માનસિક ખેલ છે. કર્મો જાલિમ છે. અકૃપાથી વીંટળાયેલા એ કર્મોથી ઉગરવું શી રીતે?
(જામનગરના હીરાલાલ હંસરાજ પંડિતે પ્રકાશિત કરેલા એક પુસ્તકમાં આ કુલક હતું. તેમાંથી મૂળ શ્લોકો લઈને મુનિશ્રી દ્વારા અનુવાદ કરાયેલ છે.)
| પંપ સ્તોત્રી |૧૨૪