________________
यास्यामः कथमीदृशेन तपसा तेषां हहा निष्क्रियम् ॥७॥
ભાવાર્થ : જાતજાતના વસ્ત્રો, નજાકત પાત્રાઓ, વૈભવી ઉપાશ્રયો, (૧) ભક્ષ્ય, (૨) ભોજ્ય, (૩) લેહ્ય અને (૪) ચોષ્ય, આમ ચારેય પ્રકારની ભિક્ષાઓ, શય્યાઓ, પુસ્તકો, પુસ્તકના ઉપકરણો અને શિષ્યો તેમજ શિક્ષણો; આ બધું જ અમે પારકું સ્વીકાર્યું છે; જન્મથી માંડીને. આજે અમે વૃદ્ધ થયા. ધિક્ ! અમારા ફોરા તપ દ્વારા આ બધી ભક્તિનો બદલો શી રીતે વાળીશું ? अन्तर्मत्सरिणां बहिः शमवतां प्रच्छन्नपापाऽऽत्मनां, नद्यम्भःकृतशुद्धिमद्यपवणिग्दुर्वासनाशात्मिनाम् । पाखण्डव्रतधारिणां बकदृशां मिथ्यादृशामीदृशां, बद्धोऽहं धुरितावदेव चरितैस्तन्मे हहा ! का गतिः १ ||८||
ભાવાર્થ : ભીતરથી ઇર્ષ્યાળુ છીએ. બહારથી ક્ષમાશ્રમણ છીએ. છૂપા પાપીઓ છીએ. દિરા ગટગટાવીને તેની દુર્ગન્ધ છુપાવવા નદીનું જળ પીનારા વાણિયા જેવા દંભી છીએ, વ્રતધારીનો લેબાશ રાખ્યો છે બાકી બગલા જેવી મનોવૃત્તિના અમે શિકાર છીએ. મિથ્યાત્વી છીએ. શું કહું ? આવા પાખંડીઓમાંય હું આગેવાન છું, ખરેખર આવા મારા ચરિત્ર છે. મારી કઈ ગતિ થશે ? મેષાં દર્શન-વન્દન-પ્રળમન-સ્પર્શ-પ્રશંસાવિના,
मुच्यन्ते तपसा निशा इव सिते पक्षे प्रजास्तत्क्षणात् । तादृक्षा अपि सन्ति केsपि मुनयस्तेषां नमस्कुर्महे,
१२३ संविग्नश्रमणात्मनिन्दाकुलकम्