________________
तेषां दण्डपदं भविष्यति कियज्जानाति तत्केवली ॥२॥
ભાવાર્થ એકાદા મહાવ્રતનું પણ જે મુનિએ ખંડન કર્યું છે, એ સાધુનો વિનિપાત નક્કી થઈ ગયો છે. વ્રતનું ખંડન કરનારા સાધુને દુર્ગતિના દુઃખોથી ઉગારી લેવાની તાકાત સાક્ષાત તીર્થકરોમાં પણ નથી.
ખેર ! બધા જ મહાવ્રતોનો ભુક્કો કરીને બેસનારા અમે જો * નિર્લજ્જ બનીને દુષ્ટવર્તન કરીશું તો એના પરિપાક સ્વરૂપે કેવો કારમો દંડ અમારી ઉપર ઝીંકાશે, એ તો કેવળીભગવંત જ જાણે.. !! कट्यां चोलपटं तनौ सितपटं कृत्वा शिरोलुञ्चनं, स्कन्धे कम्बलिकां रजोहरणकं निक्षिप्य कक्षान्तरे । वक्त्रे वस्त्रमथो विधाय ददत: श्रीधर्मलाभाऽऽशिषं, वेषाऽऽडम्बरिणः स्वजीवनकृते विद्मो गतिं नाऽऽत्मनः॥३॥
ભાવાર્થ ઃ (૧) અમે સાધુવેશ ધારણ કર્યો છે. (૨) અમે કમ્મર પર ચોલપટ્ટો પહેરીએ છીએ. (૩) અમે બગલમાં રજોહરણ રાખીએ છીએ. (૪) અમે માથાના વાળ હાથેથી ઉખાડી “કેશલેશન”
કરાવીએ છીએ. (૫) અમે મુખ આગળ હંમેશા મુહપત્તી ધારણ કરીએ છીએ
અને ધર્મલાભ ના આશીર્વાદ આપીએ છીએ. (૬) અમે ખભા પર કામળી ધારણ કરીએ છીએ અને
| | પંચ સ્તોત્રાનિ || ૧૨૦