SearchBrowseAboutContactDonate
Page Preview
Page 669
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ અર્વાચીન અને પ્રાચીન ગુજરાતીના ઘડતરમાં જૈન કવિઓએ ભજવેલા ભાગને વ્યવસ્થાબદ્ધ સ્વરૂપમાં રજા કરવામાં તેણે લીધેલા શ્રમ માટે ભાષાશાસ્ત્રીઓનું જગત્ તેના ઉપકારનું ઋણી છે. ૬. મુનિ શ્રી અમરવિજયજી મહારાજના વિદ્વાન શિષ્ય મુનિ શ્રી ચતુરવિજય સં. ૧૯૮૭ના અષાઢ શુદિ ૧ (૧૬-૭-૩૧)ના કાર્ડથી જણાવે છે. ૫૪૪ ‘વિશેષ, રા. મોહનલાલ દ. દેસાઇ કૃત જૈન ગુર્જર કવિઓ બીજો ભાગ આપના તરફથી ભેટ મળ્યો, આભાર. રા. દેસાઇએ અનેક વર્ષો સુધી મહેનત કરી જાદા જાદા સ્થળોના ભંડા૨ો તપાસી દોહન કરી જે આ બે અપૂર્વ પુસ્તકરત્નો જૈન સમાજ સન્મુખ રા કર્યા છે તે માટે માત્ર જૈનોને જ નહીં. પરંતુ અનેક જૈનેતર વિદ્વાનો કે જે ઐતિહાસિક વિષયમાં રસ ધરાવતા હશે તેઓને પણ અત્યંત ઉપયોગી નિવડશે એમાં મને તો કંઇ શંકા નથી. અભિપ્રાય કરતાં હાર્દિક અભિનંદનજ બસ છે. વ્યવસાયી જીવન છતાં રા. દેસાઇએ જે પ્રયાસ ઉઠાવ્યો છે તે માટે તેમને ધન્યવાદ. આવી જ રીતે સંસ્કૃત પ્રાકૃત ગ્રંથોનું લિસ્ટ થાય તેમજ ખાસ જૈનકથાકોષ થાય તો તો ઘણું સારૂં. + + લિ. મુનિ ચ. વિ. ના ધર્મલાભ. ૭. સાક્ષરશ્રી દિ. બ. કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી M.A.LL.B. મુંબઇ સ્મોલ કોઝ કોર્ટના માજી વડા જજ કર્તા પરના તા. ૧૦-૮-૩૧ના પત્રમાં લખે છે કે: ‘શ્રી જૈન શ્વેતાંમબર કોન્ફરન્સના જનરલ સેક્રેટરીઓ મારફત -જૈન ગુર્જર કવિઓ બીજો ભાગએ પુસ્તક મળ્યું છે. લાંબો વખત થયા તેની પહોંચ તમને લખું લખું કર્યા કરતો હતો. પણ નાદુરસ્ત તબીએત તથા બીજા વ્યવસાયોને લીધે અત્યારથી વહેલી ઉપકાર સાથે પહોંચ લખી શકયો નહીં તેથી દિલગીર છું. એ બીજો ભાગ પણ પહેલા ભાગ જેવું જ Monumental Work છે અને તમારા આગ્રહ, ચીવટપણા તથા એ દિશામાં સતત મહેનત કર્યા કરવાની આકાંક્ષા-એક જાતના Mania -ની સાબિતી રૂપે છે. આ ભાગમાંથી પણ ઘણું નવું જાણવાનું ને શીખવાનું મળે છે અને જ્યારે એ હારમાળાનો ત્રીજો ભાગ છપાશે ત્યારે આ આખા વિષયનો સંપૂર્ણપણે Perspective લેવામાં તે અગત્યનો ભાગ બજાવશે એમાં શક્ય નથી. તમારા આ પ્રયાસ માટે ગુજરાતી સાહિત્ય તમારૂં ઋણી રહેશે. ૮. સાક્ષરશિરોમણી શ્રી નરસિંહરાવ ભોળાનાથ દિવેટીઆ તા. ૯-૮-૩૧ના કાર્ડથી માત્ર આટલું ટુંકમાં પહોંચ રૂપે જણાવે છે કેઃ વિ. વિ. જે આપની તરફથી ‘જૈન ગુર્જર કવિઓ' ભાગ ૨ ની પ્રત મળી. તે માટે બહુ બહુ ઉપકાર માનું છું. પ્રથમ ભાગ પણ મળી ગયો હતો જ. હાવા આકર ગ્રંથનું અવલોકન લખવું એ મ્હારા જેવાના સામર્થ્યની બહાર છે. માટે તે ખાતે ક્ષમા માગું છું. ૯. મુંબઇની મ્યુનિસિપલ સ્કૂલોના ઇન્સપેકટર શ્રી હિમ્મતલાલ ગણેશજી અંજારિયા M.A. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy