SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ “તમે જૈન ગુજરાતી સાહિત્યની જેવી સેવા બજાવી છે તેવી જૈનેતર ગુજરાતી સાહિત્યની સેવા બજાવનાર કોઇ નથી.' (જૈન સાહિત્ય સમારોહ ગુચ્છ પૃ.૧૭૫) (જયંત કોઠારીના લેખમાંથી) પૂ.આ.ભ.શ્રી પ્રદ્યુમ્નસૂરિ મ.સાની પ્રરેણા અમને ગમી ગઇ. કાપડિયાના ઇતિહાસ સંપાદન દ્વારા ઘણું નવું જાણવા મળશે એવી ગણતરી પણ ખરી. અને આ ગ્રંથનું પુનમુદ્રણ શરું થયું. પ્રસ્તુત સંસ્કરણ આ સંસ્કરણમાં અમે દેસાઇએ પાછળ પૂર્તિમાં આપેલી વિગતો તે તે સ્થળે જોડી દીધી છે. આ સિવાય દેસાઇનું લખાણ જેમનું તેમ જ રહેવા દઇ અમને જે નવું ઉમેરાવા જેવું લાગ્યું તે તે સ્થળે { } કૌંસની અંદર (ઇટાલિક ટાઇપમાં) મુકી દીધું છે. દેસાઇના બધા વિચારો સાથે અમે સમંત છીએ એમ માનવું નહીં. અને અમે જે ઉમેરા કર્યા છે તેની ટુંકી વિગત આ પ્રમાણે છે. – તે ગ્રંથ પ્રકાશિત થયો હોય તો તેના પ્રકાશક, સંપાદક આદિની વિગત આપી છે. જુઓ પારા ૧૬૫, ૨૯૯, ૩૨૭, ૩૪૧, ૩૯૧, ૪૦૧, ૪૬૪, ૪૭૬, ૪૭૮, ૪૯૬, ૫૦૩, ૫૬૨ વગેરે. કોઇ ગ્રંથના અનેક સ્થળેથી પ્રકાશનો થયા હોય તો પણ અમે બધી વિગતો જોડી નથી. આવી વિસ્તૃતી વિગતો માટે શ્રી હીરાલાલ ૨. કાપડીયા લિખિત જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ’’ ભા.૧-૨-૩ જોવા. આનુ અમે સંપાદન કર્યું છે. આ. ૐૐકારસૂરિ જ્ઞાનમંદિર ગ્રંથાવલી- સૂરત દ્વારા વિ.સં ૨૦૬૦માં પ્રગટ થયા છે. 1 તે ગ્રંથના અનુવાદ, વિવેચન પ્રગટ થયાની નોંધ જુઓ પારા ૧૭૩, ૨૪૪, ૩૨૪, ૩૨૭ વગેરે – તે ગ્રંથ અન્ય નામે પ્રગટ થયો હોય કે અન્યગ્રંથના પેટા ગ્રંથ તરીકે પ્રગટ થયાની વિગત જુઓ પરા ૨૪૨, ૨૯૯, ૩૩૯, ૪૭૪, ૪૭૮ વગેરે ॥ ગ્રંથકારની અન્ય ગ્રંથરચના વિષે નવી વિગત. જુઓ પારા ૧૮૯, ટિ. ૧૩૬, ૨૦૬, ૨૪૩, ૨૮૦ વગેરે તે ગ્રંથના આધારે રયાયેલ ગ્રંથની વિગત. જુઓ પારા ૨૮૪. # અન્ય વિદ્વાનોએ કોઇ વિશેષ બાબતો જણાવી હોય તેની નોંધ. જુઓ પારા. ૨૧, ટિ. ૭૪, ૧૬૮, ટિ. ૧૨૨, ૮૬૫ # ગ્રંથકકારના સમય વિષે વિગત. જુઓ પાર ૧૮૯ - તે ગ્રંથ કે ગ્રંથકાર વિષે લખાયેલા પુસ્તકો, લેખો આદિની નોંધ. જુઓ પારા ૧૮૮, ૨૦૩, ટિ. ૧૫૮, ૬૪૨ * અન્ય વિદ્વાનોએ દેસાઇથી ભિન્ન અભિપ્રાય દર્શાવ્યો હોય તેની વિગત. જુઓ ટિ. ૮૪, પારા ૨૦૩, ૩૧૭, ૫૨૦, ૬૦૧, ૬૦૪, ૬૨૯, ૬૩૯, ટિ. ૫૪૨ * વિશેષ વિગતો. જુઓ પારા ૧૪૫, ૨૦૬, ૨૦૯, ૨૧૧, ૩૨૪, ૩૨૭, ૪૯૨, ૪૯૯ * તે ગ્રંથની સંસ્કૃત છાયા, અન્ય અપ્રગટ ટીકા આદિની નોંધ ટિ ૨૨૨, પારા ૪૭૪, ૫૫૩ # તે નામના અન્ય ગ્રંથકારો તેમના ગ્રંથોની વિગત. જુઓ પારા ૩૨૦, ટિ. ૨૬૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy