SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૭ ૩૬ જહાંગીરનું વિવેકહર્ષ આદિને ફરમાન (પારા ૮૨૦) આ ફરમાન ઉર્દુમાં છે તેનો ગૂજરાતીમાં અનુવાદ નીચે પ્રમાણે છેઃઅલ્લાહુ અકબર. નકલ (તા. ૨૬ માહે ફરવરદીન અને ૫ ના કરાર મુજબના ફરમાનની.) તમામ રક્ષણ કરેલાં રાજ્યોના મોટા હાકેમો; મોટા દીવાની મહાત્ કામોના કારકુનો, રાજ્ય કારભારના બંદોબસ્ત કરનારાઓ, જાગીરદારો અને કરોડીઓએ જાણવું કે દુનિયાને જીતવાના અભિપ્રાય સાથે અમારો ઇન્સાફી ઇરાદો પરમેશ્વરને રાજી કરવામાં રોકાયેલો છે અને અમારા અભિપ્રાયનો પૂરો હેતુ, તમામ દુનિયા કે જેને પરમેશ્વરે બનાવી છે તેને ખુશી કરવા તરફ રજા થયેલો છે, (તેમાં) ખાસ કરીને પવિત્ર વિચારવાળાઓ અને મોક્ષ ધર્મવાળાઓ, કે જેમનો હેતુ સત્યની શોધ અને પરમેશ્વરની પ્રાપ્તિ કરવાનો છે, તેઓને રાજી કરવા તરફ અમે વધારે ધ્યાન દઇએ છીએ; તેથી આ વખતે વિવેકહર્ષ, પરમાનદ, મહાનંદ અને ઉદયહર્ષ કે જેઓ તપાયતિ (તપાગચ્છના સાધુ) વિજયસેન સૂરિ, વિજયદેવ સૂરિ અને નંદિવિજયજી કે જેઓ ‘ખુશહમ’ ખિતાબ-વાળા છે-તેમના ચેલાઓ છે, તેઓ આ વખત અમારી હજારમાં હતા, અને તેમણે દરખાસ્ત અને વિનતિ કરી કે જો સમગ્ર રક્ષણ કરેલા રાજ્યમાં અમારા પવિત્ર બાર દિવસો-જે ભાદરવા પાસણના દિવસો છે-તેમાં હિંસા કરવાની જગ્યાઓમાં કોઇપણ જાતના જીવોની હિંસા કરવામાં નહિં આવે તો અમને માન મળવાનું કારણ થશે અને ઘણા જીવો આપના ઉંચા અને પવિત્ર હુકમથી બચી જશે. તેમ તેનો સારો બદલો આપના પવિત્ર-શ્રેષ્ઠ અને મુબારક રાજ્યને મળશે.' અમે બાદશાહી રહેમ નજર, દરેક નાત-જાતના અને ધર્મના હેતુ તથા કામને ઉત્તેજન આપવા બલ્કે દરેક પ્રાણીને સુખી કરવા તરફ રાખી છે, તેથી એ વિનતિ કબુલ કરી દુનિયાએ માનેલો અને માનવા લાયક જહાંગિરી હુકમ થયો કે મજકૂર બાર દિવસોમાં દર વર્ષે હિંસા કરવાની જગ્યાઓમાં તમામ રક્ષણ કરેલા રાજ્યની અંદર પ્રાણીઓને મારવામાં આવે નહિં, અને એ કામની તૈયારી કરવામાં (પણ) આવે નહિં. વળી એ સંબંધી દર વર્ષનો નવો હુકમ કે સનદ (પણ) માંગવામાં આવે નહિં. આ હુકમ મુજબ અમલ કરી ફરમાનથી વિરૂદ્ધ વર્તવું નહિં. અને આડે માર્ગે જવું જોઇએ નહિં. એ ફરજ જાણવી જોઇએ. નમ્રમાં નમ્ર અબુલખૈરના લખાણથી અને મહમુદ સૈદની નોંધથી. નકલ અસલ મુજબ. (સૂરીશ્વર અને સમ્રાટ્, પરિશિષ્ટ ગ). ૩૭ શ્રી હીરવિજય સૂરિનો અકબર બાદશાહે કરેલો સત્કાર –આ ચિત્ર શ્રી જિનવિજય સંપાદિત કૃપારસકોશની હિંદી ભૂમિકા સાથે, તેમજ શ્રી વિદ્યાવિજય કૃત હિંદીમાં વિજયપ્રશસ્તિસારમાં પૃ. ૩૩માં તેમજ આનંદકાવ્ય મહોદધિ મૌ. ૫ મું-ઋષભદાસ કવિકૃત હીરવિજય સૂરિાસમાં ભૂમિકા પહેલાં આપવામાં આવે છે. આ ચિત્ર કયાંથી પ્રાપ્ત થયું એ કયાંય જણાવવામાં આવ્યું નથી. પણ છેલ્લા ઉક્ત ગ્રંથમાં તે ચિત્રમાંની દરેક વ્યક્તિનાં નામ આપેલ છેઃ- હીરસૂરિને અકબર બંને વચમાં મળે છે. હીરસૂરિ પાછળના સાધુઓનાં અનુક્રમે ચંદ્રસૂરિ (?), જગમાલ મહાત્મા અને માલદેવમહાત્મા એ નામ આપ્યાં છે, અને અકબરની તદન પાછળ કર્માશાહ, તેની પાસે બીરબલ અને તેની આગળ અને અકબરની પાછળ કાઝી એ નામ આપ્યાં છે. ને પ્રસંગ સં. ૧૬૩૯ નો પ્રથમ સમાગમ બતાવ્યો છે. હીરસૂરિ સાથે તે વખતે ગયેલા સાધુઓ પૈકી ચંદ્રસૂરિ, જગમાલ અને માલદેવ નામના સાધુઓ મળતા નથી. ગમે તેમ હો, આ ચિત્ર પાછળથી ચિતરાયું લાગે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy