SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૨૫૩ થી ૨૫૬ ઉપમિતિભવપ્રપંચા કથા, પ્રાકૃત-અપભ્રંશ સાહિત્ય ૧ ૨૯ ન્યાયાવતાર ગ્રંથ ઉપર સિદ્ધ વ્યાખ્યાનિક કૃત વૃત્તિ પણ તેમની છે. તત્ત્વાર્થાધિગમ સૂત્ર પર વૃત્તિના રચનાર સિદ્ધર્ષિ(?) જુદા છે અને તે મુજબ સિદ્ધયોગમાળા અને બાદશાર નયચક્ર એ બંને પરના વૃત્તિકાર સિદ્ધર્ષિ આ સિદ્ધર્ષિથી ઘણું કરી જુદા છે. - ૨૫૪. આ સિદ્ધર્ષિ સંબંધીનો પ્રબંધ પ્રભાવકચરિતમાં (પૃ. ૧૯૭-૨૦૫) છે. તેમાં તેમના ગુરુપરંપરાની તથા હરિભદ્રસૂરિ સાથેના તેમના સંબંધની હકીકત તથા માઘકવિ સાથેના સગપણ વગેરેની હકીકત આવે છે.Ó - ૨૫૫. સં ૯૭૫ માં બ્રિટિ) નાઇલ્લ (નાગેન્દ્ર) કુલના આચાર્ય સમુદ્રસૂરિના હસ્તદીક્ષિત શિષ્ય વિજયસિંહસૂરિએ પ્રાકૃત ભાષામાં ૮૯૧૧ ગાથાબદ્ધ ભુવનસુન્દરી કથા રચી. પી. ૧, ૩૮. (સં. શીલચન્દ્રસૂરિ પ્ર.પા.ગ્રં.પ.) ૨૫૬. પ્રાયઃ આ દશમા શતકમાં સજ્જન ઉપાધ્યાયના શિષ્ય મહેશ્વરસૂરિએ પંચમી માહાભ્ય (જ્ઞાનપંચમી કથા પા. સૂચિ નં ૪૦(નાણપંચમી કહા પ્ર.સીધીઍ.)) પ્રાકૃતમાં રચ્યું. પ્રાકૃતમાં રચવા માટેનો ઉદેશ પોતે જાણાવે છે કે - “મંદબુદ્ધિવાળા જીવો સંસ્કૃત કાવ્યના અર્થને જાણી શકતા નથી. તેથી મંદ અને મેધાવી સર્વ કોઈ ને સુખે બોધ થઈ શકે એવું આ પ્રાકૃત કાવ્ય રચ્યું છે.' “ગૂઢ અર્થવાળા દેશી-પ્રાકૃત શબ્દોથી રહિત સુલલિત-અત્યંત સુંદર વર્ણોથી રચાયેલ રમણીય પ્રાકૃત કાવ્ય આ લોકમાં સુખકર નથી થતું? વળી આ સિદ્ધર્ષિની વૃત્તિ પરથી જ ગાથાર્થ લઈને રતપ્રભસૂરિએ સં. ૧૨૩૮માં ઉપદેશમલા વૃત્તિ રચી છે. કે જેની અંતે સિદ્ધર્ષિને વ્યાખ્યાતૃચૂડામણિ યથાર્થ પણે કહેલ છેઃ ૧૯૧. કારણ કે સિદ્ધર્ષિ ને ચાહ્યા નું બિરૂદ હતું. (પ્રભાવકચરિત શૃંગ ૧૪ ગ્લો ૯૭; પી.૩ પૃ. ૧૬૮)અને પોતાના બનાવેલા બે ગ્રંથના છેડે તેઓ સત્યાધુનિક તપૈયિ શોધનીયં એ શબ્દો લખે છે ને તેવું જ વાક્ય આ વૃત્તિના અંતે પણ છે. ૧૯૨. જુઓ જૈન ગ્રંથાવલી પૃ.૭૨ ટિપ્પણ ડ. તેમનું ખરું નામ સિદ્ધસેન છે. પી.૩,૩૮ કે જેમાં તેમણે દિ#ગણિસિંહસૂરિ-ભાસ્વામીના શિષ્ય પોતે હોવાનું જણાવ્યું છે. ૧૯૩. આ પ્રભાવક ચરિતની હકીકત ડૉ. યાકોબી સાચી માનતા નથી. જુઓ ડૉ. યાકોબીની ઉપમિતિભવપ્રપંચકથા(બિબ્લિઓથેકા ઇડિકાની આવૃત્તિ) પરની પ્રસ્તાવના, કે જેમાં આ સિદ્ધર્ષિની ઘણી ખરી હકીકત મળશે ને તેના સારનો ઉપયોગ અહીં કરવામાં આવ્યો છે. મુનિ કલ્યાણવિજય પણ કવિ માઘ સાથેના સગપણની વાત સાચી નથી ગણતા. તેઓ કહે છે કે રાજા વર્મલાતનો સત્તાસમય વસન્તગઢના એક લેખથી વિક્રમની સાતમી સદી સિદ્ધ છે; તે રાજાના મંત્રી ના બે પુત્રો પૈકી એકનો પુત્ર કવિ છે તે સિદ્ધષિ ગણાવેલ છે તો તે મંત્રીના પૌત્ર કવિ માઘનો સમય સાતમી સદીના અંતમાં માનીએ, તોયે સિદ્ધર્ષિનો સમય દશમી સદીના મધ્ય ભાગ નિર્ણિત છે. તેથી એક બીજાથી લગભગ અઢીસો વર્ષને આંતરે થયેલ માઘ અને સિદ્ધર્ષિને પિતરાઇ ભાઇ કેવી રીતે માની શકાય તે પ્રબંધકાર જ જાણે. અમારા વિચાર પ્રમાણે તો આ હકીકત કેવળ દંતકથા છે અને એમાંથી જો કંઈ પણ સારાંશ ઢુંઢીયે તો એટલોજ નીકળી શકે કે સિદ્ધર્ષિ બૌદ્ધતર્કશાસ્ત્રનો અભ્યાસ કરવા (મહાબોધનગરમાં તક્ષશિલા કે નાલંદા વિશ્વવિદ્યાલયમાં)જાય છે. અને ત્યાં બૌદ્ધધર્મની દીક્ષા ગ્રહણ કરે છે, પણ વચનબદ્ધ હોવાથી તે એકવાર પોતાના મૂલ ગુરુ પાસે આવે છે અને ગુરુ તેમને આચાર્ય હરિભદ્રની લલિતવિસ્તરા નામની ચૈત્યવંદન સૂત્રવૃત્તિ વાંચવા આપે છે, જેથી સિદ્ધર્ષિનું મન પાછુ જૈન દર્શનમાં સ્થિર થાય છે. આ બધી હકીકત ઐતિહાસિક છે એમાં કંઈ પણ શંકા જેવું નથી (પ્ર. ચ. પ્ર.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy