SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ અને પ્રાકૃત છે તેમાં સંસ્કૃત દુર્વિદગ્ધના હૃદયમાં રહેલી છે, જ્યારે પ્રાકૃત તો બાલ-સામાન્ય જીવોને સદ્બોધક અને કર્ણમધુર છે. છતાં પ્રાકૃતમાં રચના નથી કરી, કારણ કે સર્વને-દુર્વિદગ્ધ તેમજ બાલના ચિત્તનું રંજન કરવાનો ઉપાય હોય તો તે કરવો ઘટે તેથી તે કારણે સંસ્કૃતમાં રચી ને તે સંસ્કૃત પણ અતિ ગૂઢાર્થવાળું નહિ, લાંબા વાક્ય દંડકોવાળુ નહિં, અપ્રસિદ્ધ શબ્દોવાળું નહિ, તેથી સર્વજનને ઉચિત એવું સંસ્કૃત વાપર્યું છે.૬ સિદ્ધર્ષિનો સમય ચૈત્યવાસીઓના સામ્રાજ્યનો સમય હતો, છતાં સિદ્ધર્ષિ અને એમના ગુરુ, ગુરુભાઇઓ વગેરે ત્યાગ વૈરાગ્યવાન્ હતા. જો કે સિદ્ધર્ષિએ પોતે ઉપમિતિભવપ્રપંચાકથાનું વ્યાખ્યાન મંદિરના અગ્રમંડપમાં બેસીને કર્યુ હતું છતાં તે સુવિહિત સાધુ ` હતા. ચૈત્યમાં ધર્મોપદેશ કરનારને ચૈત્યવાસી માની લેવાની કોઇ ભૂલ ન કરે. જિનમંદિરમાં બેસીને ધર્મોપદેશ કરવો, એ પ્રત્યેક સાધુનો શાસ્ત્રવિહિત અધિકાર છે નૂતન ગચ્છસૃષ્ટિ પહેલાં ચૈત્યવાસી કે સુવિહિત સાધુ દરેક, જિનચૈત્યના અગ્ર મંડપમાં બેસીને ધર્મકથા કરતા હતા, પણ નૂતન ગચ્છપ્રવર્તકોએ અનેક પ્રવૃત્તિઓની જેમ આ પ્રવૃત્તિને પણ ચૈત્યવાસીઓની પ્રવૃત્તિ માનીને એનો નિષેધ કરવા માંડ્યો. ત્યાર પછી ધીરે ધીરે આ પ્રવૃત્તિ બંધ પડી ગઇ. (મુનિ કલ્યાણવિજય પ્ર. ચ. પ્ર.) ૨૫૩. આ ઉપમિતિ ગ્રંથ ઉપરાંત સિદ્ધર્ષિએ શ્રી ચંદ્રકેવલિ ચરિત્ર॰ કે જે મૂળ પ્રાકૃતમાં હતું તે સંસ્કૃતમાં કર્યું (ગુપ્ત) ૫૯૮ના વર્ષમાં એટલે વિ.સં. ૯૭૪માં. વળી તેમણે ધર્મદાસગણિકૃત પ્રાકૃત ઉપદેશમાળા ૫૨ સંસ્કૃત વિવરણ-ટીકા લખેલ છે આ ગ્રંથ બે જાતનો છેઃ- એક ઘણી કથાઓવાળો મોટો અને બીજો લઘુવૃત્તિ નામનો નાનો ગ્રંથ આ સંસ્કૃત વૃત્તિ અતિઉપયોગી છે. વળી સિદ્ધસેન દિવાકરકૃત १८६. संस्कृता प्राकृता चेति भाषे प्राधान्यमर्हतः । तत्रापि संस्कृता तावद् दुर्विदग्धहृदि स्थिता ॥ ५१ ॥ बालानामपि सद्बोधकारिणी कर्णपेशला । तथापि प्राकृता भाषा न तेषामपि भासते ॥ ५२ ॥ उपाये सति कर्त्तव्यं सर्वेषां चित्तरञ्जनम् । अतस्तदनुरोधेन संस्कृतेयं करिष्यते ॥ ५३ ॥ ન ચેયમતિપૂઢાર્થી ન લીધૈ વ્યિવ′: ।। વાપ્રસિદ્ધપર્યાયસ્ટેન સર્વનનોવિતા ॥ ૪ ॥ ઉ, ભ, કથા. ૧૮૭. આની પ્રત વડોદરામાં (છાણીમાં)પ્રવર્તક શ્રી કાન્તિવિજયજીના ભંડારમાં છે. તેની પ્રશસ્તિમાં એમ છે કેઃवस्वङ्केषु (५९८) मिते वर्षे श्री सिद्धर्षिरिदं महत् । प्राक् प्राकृतचरित्राद् धि चरित्रं संस्कृतं व्याघात् ॥ આ શ્લોક ટાંકી ડા. મિરોનો (Mironow) સિદ્ધર્ષિ પરના ૧૯૧૧ના એક નિબંધમાં જણાવે છે કે આ ૫૯૮નું વર્ષ ગુપ્ત સંવતનું સમજવું ઘટે. તેનો વિક્રમ સંવત્ ૯૪૭ અને ઇ.સ. ૯૧૭ થાય કે જે ઉપમિતિભવપ્રપંચ કથાના રચ્યા સં. ૯૬૨ સાથે બરાબર બંધ બેસે. ૧૮૮. પી.રી.૩.૧૭૨. {આમાં કથાઓ પ્રાકૃતમાં આ.વર્ધમાનસૂરિએ લખેલી છે. સંપાદક આ. મુનિચંદ્રસૂરિ પ્ર. જિનશાસન આરાધના ટ્રસ્ટ} ૧૮૯ પી.રી.૩. ૧૩૦. ૧૯૦. ડો.યાકોબી કહે છે કે ‘હું આશા રાખુ છું કે કોઇ વિદ્વાન કથાઓ સાથે તે વિવ૨ણ પ્રસિદ્ધ કરવા પ્રયત્ન કરશે. ગ્રંથકર્તાની કીર્ત્તિ અને ગ્રન્થનો સમય જોતાં તે વિવરણનો ગ્રન્થ અંધારામાંથી બહાર લાવવા માટેના ખાસ કારણો છે’ કૃત્તિરિયું બિન-નૈમિનિ-મુ-સૌગતાવિવર્ગનવેલિન: સ॰તગ્રંથાર્થનિપુળસ્ય શ્રી સિદ્ધર્ષે મહાવાર્થચેતિ એટલે કે જૈન, જૈમિનીય, કણાદ-સાખ્ય, સૌગત-બૌદ્ધ આદિ દર્શન જાણનાર સકલ ગ્રંથોના અર્થથી નિપુણ એવા શ્રી સિદ્ધર્ષિ મહાચાર્યની આ કૃતિ છે, એમ ગ્રંથના અંતે જણાવ્યું છે કે આ પર વર્ધમાનસૂરિએ કથાનક યોજેલ છે. પી. ૫, પરેિ. પૃ ૫૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy