SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ વિભાગ બીજો પ્રાકૃત સાહિત્યનો મધ્યકાલ અને સંસ્કૃત સાહિત્યનો ઉદયકાલ [વીરાત્ ૨૦૦ થી વિક્રમ સંવત્ ૧૦૦૦] अलब्धनिष्ठाः प्रसमिद्धचेतसस्तव प्रशिष्याः प्रथयन्ति यद्यशः । न तावदप्येकसमूहसंहताः प्रकाशयेयुः परवादिपार्थिवाः ॥ હે ભગવન્ ! વનવિહારી, અવધૂત અને અનગાર હોવાથી જેઓની ક્યાંક નિષ્ઠા-આસક્તિ નથી એવા જ્વલંત ચિત્તવાળા તારા પ્રશિષ્યો જે જાતનો યશ વિસ્તારે છે તેટલો પણ યશ એક સમૂહમાં સંકળાયેલા આ એકાંતવાદીઓ નથી મેળવી શકતા; અર્થાત્-જગત્માં ત્યાગ અને ચારિત્રની જ પૂજા થાય છે પણ વાદવિવાદ કે ખંડનમંડનની ધમાલને કોઇ પૂછતું પણ નથી,-સિદ્ધસેન દ્વાત્રિંશિકા ૧,૧૫ [આગમ સાહિત્ય કે જે સંબંધી પ્રથમ વિભાગમાં કહેવાયું તે મૂલમાં પ્રાકૃત ભાષામાં છે.‘ પ્રાકૃત સાહિત્ય એ જૈન સાહિત્યનો મૂળ પાયો છે, પણ જેમ સર્વત્ર પાયા કરતાં ઇમારત મોટી હોઇ વધી જાય છે, તેમ કાળ જતાં સંસ્કૃત સાહિત્ય જૈન વાડ્મયમાં બહુ વધી ગયેલું છે. એ સંસ્કૃત સાહિત્ય કોઇ એકજ વિષય ઉપર નથી લખાયું: ભારતવર્ષમાં ચર્ચાએલો અને ખેડાએલો એવો તત્કાલીન એકે વિષય નથી કે જેના ઉપર જૈન વિદ્વાનોએ સંસ્કૃતમાં થોડું ઘણું લખ્યું ન હોય.' ॰] ૮૦. પં. સુખલાલ અને પં. બહેચરદાસનો ‘નયચક્ર’ પર લેખ જૈન યુગ ભાદ્રપદ સં. ૧૯૮૪ પૃ.૧૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy