SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ વિભાગ બીજો પ્રાકૃત સાહિત્યનો મધ્યકાલ અને સંસ્કૃત સાહિત્યનો ઉદયકાલ શ્રી મહાવીર સ્તુતિ મહાકવિ શ્રી સિદ્ધસેનદિવાકર પોતાની દ્વાત્રિંશિકાઓ (બત્રીશીઓ)માં જણાવે છે કેઃ परस्पराक्षेपविलुप्तचेतसः स्ववादपूर्वापरमूढनिश्चयान् । समीक्ष्य तत्त्वोत्पथिकान् कुवादिनः कथं पुमान् स्याच्छिथिलादरस्त्वयि ॥ હે ભગવન્! પરસ્પરના વિખવાદને લીધે જેઓનાં મન બહેર મારી ગયાં છે, અને એથીજ જેઓ પોતાના વાદને-સિદ્ધાંતને પણ સળંગ સમજી શકતા નથી એવા તથા તત્ત્વના માર્ગને મૂકી અવળે રસ્તે ચડેલા આ એકાંતવાદીઓની સમીક્ષા કરતો કયો પુરુષ તારા તરફ ન આકર્ષાય? અર્થાત્ એકાંતવાદના દુરાગ્રહથી કંટાળેલો પુરુષ તારા જેવા અનેકાંતવાદી સમન્વયવાદી તરફ જરૂર આકર્ષાય. ૧,૫. Jain Education International वदन्ति यानेव गुणान्धचेतसः समेत्य दोषान् किल ते स्वविद्विषः । त एव विज्ञानपथागताः सतां त्वदीयसूत्त्वप्रतिपतिहेतवः ॥ હે ભગવન્ : ગુણો ત૨ફ અંધ રહેનારા અને એથીજ પોતાની જાતના અહિતકારી એવા આ એકાન્તવાદીઓ ભેગા થઇને તારા સિદ્ધાન્તમાં જે જે દોષો બતાવે છે તેજ દોષો અનેકાન્ત-વિજ્ઞાનની કસોટીએ સાતાં તારૂં સૂક્ત સમજવામાં સાધનરૂપ નિવડે છે અર્થાત્ એકાન્તવાદીઓ જેને દોષરૂપ સમજે છે તેજ દોષ અનેકાન્ત-વિજ્ઞાનની દૃષ્ટિએ તપાસતાં તત્ત્વમાર્ગને સમજવાનું સાધન થાય છે. ૧,૬. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy