SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૬ ૭. સુંદર ચિત્રકામની કૃતિઓના ફોટા પાડી તેના ‘બ્લૉકો’ કરાવી છપાવી બહાર પાડવા. આ સૂચનાઓનો અમલ કરવામાં ભારે પુરૂષાર્થ અને મહાભારત શ્રમ સેવવાની જરૂર છે. તે માટે યોગ્ય કાર્યકર્તાઓને ચુંટી નિયુક્ત કરવામાં આવે, તેમણે એકઠી કરેલ સામગ્રીને પ્રકટ કરવા માટે દ્રવ્યનો વ્યય થાય તો જ આ પ્રદર્શનની સંગીન કિંમત ચિરકાલ સુધી અંકાશે અને તેનું કાર્ય અમર થશે. નહિ તો તે પાંચ પચીસ દહાડાનો તમાસો જેમ તેવાં પ્રદર્શનો થાય છે તેમ લેખાશે. આ પ્રદર્શન સાહિત્યનું જ હોઈ તેમાં સાહિત્ય સંબંધી જ કથની હોઈ શકે-એટલે કે સાહિત્યનો કેમ પ્રચાર અને વિચાર થાય, વર્તમાન જમાનામાં જાના સાહિત્યનો લાભ કેવી રીતે મેળવી શકાય અને જમાનાની જરૂર પ્રમાણે તે સાહિત્યમાંથી નવીન શૈલી પર કેવી રીતે સાહિત્ય ઘડી શકાય તેનો ઊહાપોહ, મીમાંસા અને સદોદિત વિચાર કરવાનું હોય. પક્ષાપક્ષી સાહિત્યમાં હોય જ નહિ. સર્વ જનો ત્યાં આવી શકે, ભાગ લઇ શકે અને સાહિત્યની સુગંધનો લાભ ઉઠાવી શકે એ પ્રમાણે પ્રદર્શનના કાર્યવાહકો કરશે અને તેમ હોઈ પક્ષાપક્ષી રાખ્યા વગર સર્વે પોતપોતાનો ફાળો વિના સંકોચે આપશે. ૨૭. ‘પ્રસ્થાન’ના એક વિદ્વાન તંત્રી રા. રસિકલાલ છોટાલાલ પરીખ ઉપર્યુક્ત પ્રદર્શનમાં ભ્રમણ કરી પોતાના વિચાર તે પત્રના પોષ ૧૯૮૭ ના અંકમાં પૃ. ૧૮૫-૮ ૫૨ જણાવે છે તે ઉપયોગી હોઈ ટુંકમાં સારરૂપે અત્ર મૂકવામાં આવે છે : ‘“અક્ષરે અક્ષરે દીવા બળે’’—કાર્લાઇલનું એક સુપ્રસિદ્ધ વાક્ય છે :-The true university in these days is a collection of books-આજના જમાનામાં પુસ્તકસંગ્રહ એ ખરી વિદ્યાપીઠ છે.' દરેક સંસ્કારી પ્રજામાં આ જાતની વિદ્યાપીઠ હોય છે. પ્રાચીન ભારત વર્ષ પણ આ સંસ્કારિતામાં અગ્રણી હતો. ઉક્ત પ્રદર્શનમાં ગુજરાતની જનતાને પ્રથમવાર કાર્લાઇલે કહેલી વિદ્યાપીઠના પ્રાચીન રૂપનું દર્શન થયું. પ્રાચીન કાળમાં હિંદુસ્તાનમાં વાડ્મય કેટલી વિવિધ રીતે, કેટલી મનોહર રીતે, કેટલી ભક્તિથી, કેટલી ચીવટથી અને બુદ્ધિથી પુસ્તકારૂઢ થતું તેનું ગમગીની ઊપજાવે એવી પરિસ્થિતિમાં મોહક દર્શન થયું. ગમગીની જૈન સંપ્રદાયના સ્ત્રી પુરૂષોનો મોટો ભાગ જે જડતાથી એ જ્ઞાનપૂજા (?) કરતો હતો, અને પ્રદર્શનના વ્યવસ્થાપકો એ જડતાને જે રીતે પોષતા હતા તેથી થઈ. ‘આ દર્શન ખરેખર મોહક હતું. સૌથી મોટું આકર્ષણ અક્ષરકળા હતી; બીજા અર્થમાં પણ જાણે એ કળા અક્ષર લાગતી હતી ! અક્ષરો એટલા તાજા લાગતા હતા કે જાણે ગઈ કાલેજ લખ્યા હોય! આજના મુદ્રણયુગમાં આ લેખનકળા બહુ ઉપેક્ષા પામી છે; પણ સાચા કેળવણીકારો સુંદર અક્ષરોનું મહત્ત્વ સમજે છે. એવા કેળવણીકારોને આમાં ઘણું જોવા જાણવાનું મળે. આ અક્ષરો જેટલું ધ્યાન રોકતા હતા તેટલું જ ધ્યાન સચિત્ર ગ્રંથ રોકતા હતા. લખાણની સાથે બુદ્ધિને ચિત્રથી મદદ કરવાની પ્રથા ઘણાને આજની લાગે. પણ પુસ્તક રચનાની આ પદ્ધતિ હિંદુસ્થાનમાં પ્રાચીન છે એ ત્યાં રહેલા કાગળના, તાડપત્રોના અને કપડાના ગ્રંથો ઉપરથી સ્પષ્ટ દેખાતું હતું. અહીંઆ એ કહેવું અપ્રસ્તુત નહિ ગણાય કે આકારની દૃષ્ટિએ થોડાંક ચિત્રો જ કલાયુક્ત હતાં, પણ રંગની મોહકતા અને તાજગી માટે લગભગ બધાં જ ચિત્રો ધ્યાન ખેંચે એવાં હતાં. + + + ‘આ સિવાય બાકીની તો જૈનોની દ્રવ્ય પૂજા-જડ પૂજા હતી. દ્રવ્ય શબ્દ ચાલુ વ્હેવ્હારી પૈસાના અર્થમાં તેમજ જૈન દર્શનની પરિભાષાના અર્થમાં વાપરૂં છું. જડપૂજા કેટલી હદ સુધી જઇ શકે છે એ જે અજ્ઞાનતાથી ત્યાં વાસકેપ (? વાસક્ષેપ) નખાતો હતો તથા પૈસા મુકાતા હતા તે ઉપરથી જણાતું હતું. બીચારા ભાવિક જૈનો એક જ શ્રદ્ધાથી આગમ ગ્રંથને, કાવ્ય અને અલંકાર ગ્રંથોને, વૈદકના ગ્રંથોને, જ્યોતિષના ગ્રંથો વગેરેને જે રીતે નમતા હતા. તેથી ખરેખર ગ્લાનિ ઊપજતી હતી. બધાનો આકાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy