SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૫ વીકાનેરનો, કચ્છ-કોડાયનો, કલકત્તા ગુલાબકુમારી લાયબ્રેરીનો આદિ અનેક સ્થળના ભંડારોની ટીપો છપાઈ બહાર પડે તો સારું. ર૪. શ્રીયુત ન્હાનાલાલ ચી. મહેતા આઇ.સી.એસ. જણાવે છે કે “ગુજરાતનો અઢળક પૈસો દાન અને બીજા ન્યાતજાતના વરાઓમાં ખરચાય છે. તો શું એ સંભવિત નથી કે ગુજરાતના પાટનગરમાં ગુજરાતનું એક સંગ્રહાલય ઉભું થાય અને ત્યાં ગુજરાતની ભૂતકાળની અને હાલની સમૃદ્ધિઓનું ભાન આવે અને એના ભવિષ્યની ઝાંખી થાય એવી વસ્તુઓનો સંગ્રહ થાય. જૈન શ્રીમંતોમાં તો ભંડારો સ્થાપવાની અને જ્ઞાન-સંસ્થાઓ નીભાવવાની જુની પરંપરા છે. હજી જૈન સાધુઓમાં જેટલા ધુરંધર પંડિતો નીકળશે તેનાથી દશમાં ભાગના પણ બીજા સંપ્રદાયમાંથી નહિ નીકળે. જૈન પ્રજાની આસ્થા હજી સાધુ યતિઓ ઉપર છે. એ બન્નેનું કર્તવ્ય છે કે જૈન સંઘની કીર્તિનો ધ્વજ એક સમૃદ્ધ જૈન સંગ્રહાલય ઉપર ફરકે. સાધન તો અનેક મોજૂદ છે. એ ભેગા કરવાની અને એને યોગ્ય મકાનમાં સજાવવાની જ જરૂર છે. જૈન જનતા સામે પૈસાનો સવાલ ઉભો કરીએ એ તો ધૃષ્ટતાજ કહેવાય.' (‘પ્રસ્થાન-મહા ૧૯૮૫ પૃ. ૨૩૪) ૨૫. પ્રદર્શનો-ભંડારમાં, સાધુઓ, યતિઓ તેમજ ખાનગી વ્યક્તિઓ પાસે રહેલી અપ્રસિદ્ધ હસ્તલિખિત પ્રતો જાહેર પ્રજા સમક્ષ મૂકવાની તક સાહિત્ય પરિષદ સાથે તેના આશ્રય નીચે ભરાતા સાહિત્ય પ્રદર્શન સમયે બહુ જ અલ્પ પ્રમાણમાં લેવામાં આવે છે, અને તેને પણ જોઈએ તેવો વ્યવહારૂ લાભ લઇ શકાતો નથી. કારણ કે તેનો અહેવાલ, તેની યાદી વગેરે તે પ્રદર્શન જેના આશ્રય નીચે ભરાય તે સંસ્થા પ્રકટ કરતી નથી. તેથી તે માત્ર તમાસારૂપે-થોડા દિવસના દશ્યરૂપે નિવડે છે. ૨૬. જૈન સાહિત્ય પ્રદર્શન સં. ૧૯૮૭ ના પોષમાં અમદાવાદ ભરાયું હતું તે પહેલાં જ અગાઉથી જૈનયુગના ૧૫-૧-૩૧ના અંકમાં મેં સ્પષ્ટ જણાવ્યું હતું કે : પ્રદર્શન લોકો સંખ્યાબંધ આવીને જોઈ જાય, મોટી સંખ્યા જોઇને જણાવે કે જૈનોનું સાહિત્ય ઘણું છે અને પાંચ પચીસ દિવસ તે ખુલ્લું રહે અને પછી તેને સમેટી લેવામાં આવે તેથી પ્રદર્શનની ખરી મહત્તા અને ઉપયોગિતા સિદ્ધ નહિ થાય. તે સિદ્ધ કરવા માટે નીચેની સૂચનાનો અમલ કરવા મારી આગ્રહપૂર્વક ભલામણ છેઃ ૧. પ્રદર્શનમાં જે જે મૂકાય તેની સામાન્ય માર્ગદર્શક માહિતી આપતું અને ખાસ લક્ષ ખેંચનારી વસ્તુઓની મહત્તા સમજાવનારું પુસ્તક છપાવી જુજ કિંમતે જોવા આવનાર જનતાને પૂરું પાડવું. ૨. સર્વ પ્રદર્શિત સાહિત્યની વિગતવાર વર્ણનાત્મક સૂચી છપાવી બહાર પાડવી. ૩. વિદ્વાનો અભ્યાસીઓ અને સાહિત્યજ્ઞોને નોતરવા અને તેમના બહોળા જ્ઞાનનો લાભ ભાષણો-વ્યાખ્યાનો દ્વારા જનતાને આપવો. ૪. તે તે વિદ્વાનો અને સાહિત્ય પ્રેમીઓને, કળાવિદોને પ્રદર્શિત સામગ્રીની પૂરી નોંધ કરવા, પોતાને ખપ પૂરતું ઉતારી લેવા વગેરેની સર્વ જાતની સગવડ કરી આપવી. ૫. “જૈન ગૂર્જર કવિઓમાં જે શૈલી પર ગુજરાતી ભાષાના શતકવાર જૈન કવિઓ લઈને તેની દરેક કૃતિઓના આદિ અને અંત ભાગોની નોંધ કરવામાં આવી છે તે શૈલીપર સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં રચાયેલી કતિઓના જૈન ગ્રંથકારોની શતકવાર વર્ણનાત્મક સૂચી તેમની અંતની સંપૂર્ણ પ્રશસ્તિઓ અને આદિનાં મંગલાચરણ સહિત તેમજ તેની પ્રતો જ્યાં જ્યાં મળે છે તે ભંડાર, પ્રતની પસંખ્યા, લેખકપ્રશસ્તિ વગેરે સહિત પ્રકટ કરવામાં આવે તો જૈન સાહિત્યનો અને સાહિત્યકારોનો ઇતિહાસ પૂરો પાડવામાં મહાનુમાં મહાન ફાળો આપી શકાશે. ૬. ઐતિહાસિક ગ્રંથો જે જે હોય તે છપાવી પ્રકટ કરવા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy