________________
|શ્રી ચંદપન્નત્તિ સૂત્ર તા ૧૮ આનો વિષય પણ ગણિતાનુયોગ છે. ગણિતાનુયોગથી ભરપૂર આ ગ્રંથમાં ચન્દ્રની ગતિ, માંડલા, શુકલ પક્ષની વૃદ્ધિ તથા કૃષ્ણ પક્ષમાં હાનિનાં કારણો, નક્ષત્રો વગેરેનું વર્ણન તથા ચન્દ્રનું વર્ણન છે. શ્લોક સંખ્યા ૨૨૦૦
|| શ્રી નિરયાવલિ સુત્રા ૧૯ કોણિક મહારાજાનું જીવનચરિત્ર, કોણિક અને ચેડા મહારાજા વચ્ચેના રથમૂસલ તથા શિલાકંટક યુદ્ધનો ચિતાર. મગધના રાજા શ્રેણિકનું તેના પુત્ર કોણિકથી થયેલ મૃત્યુ. શ્રેણિકના દશ પુત્રો કાલિકુમાર આદિ તેમના પિતામહ વેશાલિના રાજા ચેટકની સાથે યુદ્ધમાં લડતાં મરાયા પછી નરકમાં જઈ મોક્ષે જશે તેની હકીકત છે. અંતે હલ્લવિહલ્લનું વર્ણન. અંતગડ દશાંગ સૂત્રનું આ ઉપાંગ છે.
શ્રી કષ્પવયંસિયા સૂત્રો ૨૦ શ્રેણિક મહારાજાના કાલકુમાર આદિ દશ પુત્રોનાં પધ-મહાપદ્મ વગેરે દશપૌત્રો આદિ દીક્ષા લઈ જુદા જુદા કલ્પ-દેવલોકમાં ગયા ને ત્યાંથી મોક્ષે જશે તેનું વર્ણન છે. (દશ અધ્યયન.) અનુત્તરોવવાઈ દશાંગસૂત્રનું આ ઉપાંગ છે.
શ્રી પુફિયા સૂત્રો ૨૧ ચંદ્ર, ઇન્દ્ર, શુક, બહુપત્રિકાદેવી, પૂર્ણભદ્ર, મણિભદ્ર, દત્ત, શીલ, બલ અને અણાયનાં કથાનકો છે. શ્રી મહાવીર સ્વામીજીને દશ દેવ-દેવીઓ પોતાના વિમાનમાંથી પુષ્પક વિમાનમાં બેસીને વંદન કરવા આવે છે. તેમના પૂર્વભવ ભગવાન શ્રી મહાવીર ગૌતમસ્વામીજીને જણાવે છે. (દશ અધ્યયન.)
. શ્રી પ્રફચૂલિયા સૂત્રો ૨૨ શ્રી, હી, ધૃતિ, કીર્તિ, બુદ્ધિ, લક્ષ્મી, ઇલા, સૂરા, રસ અને ગંધ- એ દસ દેવીઓનાં પૂર્વભવ સહિત કથાનકો શ્રી દેવી પૂર્વભવમાં ભૂતા નામની સ્ત્રી હતી. તેને શ્રી પાર્શ્વનાથ ભગવાને નિર્ગસ્થ પ્રવચનમાં શ્રદ્ધા કરાવી હતી. (દશ અધ્યયન).
૫૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org