________________
શ્રી વહિનદશા સૂત્રો ૨૩ યદુવંશના રાજા અંધકવૃષ્ણિ, તેમના સમુદ્રવિજય આદિ દસ પુત્રો, દસમા વસુદેવના પુત્ર બલદેવ, તેમના નિષઢ આદિ બાર પુત્રો શ્રી નેમિનાથ પ્રભુ પાસે દીક્ષા લઈ સર્વાર્થસિદ્ધ વિમાનમાં ગયા ને ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં મોક્ષે જશે એનો અધિકાર છે. (બાર અધ્યયન).
૧૯ થી ૨૩ સુધીના પાંચ ઉપાંગસૂત્રોના શ્લોકઃ ૧૨૫૦ બાર ઉપાંગસૂત્રનું શ્લોક પરિમાણ : ૨૬૨૩૭. શ્રી દ્રષ્ટિવાદ અંગસૂત્રના આ ઉપાંગ છે.
છે શ્રી ચઉસરણ પન્ના સૂત્રો ૨૪ પ્રતિક્રમણ આદિ છ આવશ્યકનો અધિકાર. અરિહંત, સિદ્ધ, સાધુ અને ધર્મ-એ ચારનું સ્વરૂપ. તેમના શરણનો સ્વીકાર. દુષ્કતની નિંદા, સુકૃતની અનુમોદના વગેરેનો આરાધનાને યોગ્ય વસ્તુઓનો સુંદર સંગ્રહ છે.
નિત્ય ત્રિકાળ પાઠ કરવા લાયક છે. આમાં ચૌદ સ્વપ્નના નામ છે. આ સૂત્ર ચિત્તપ્રસન્નતાની ચાવી છે.
ત્રિકાળ પાઠથી ચમત્કારિક લાભ થાય છે. કર્તાનું નામ : વીરભદ્ર મુનિવર છે.
આનું બીજું નામ કુશલાનુબંધિ સૂત્ર છે. શ્લોકઃ ૩ | શ્રી આઉર પચ્ચખાણ પયનાસૂત્ર ૨૫
અંતિમ વખતે કરવા લાયક આરાધનાનું સ્વરૂપ, અશુભ ધ્યાનનાં ૬૩ કારણો. આને જ પૂજામાં ૬૩ દુધ્યાન કહ્યા છે. બાલમરણ, પંડિતમરણ, બાલપંડિતમરણનું સ્વરૂપ તથા પાપની આલોચનાના વિચાર. પંડિત આતુર-રોગાવસ્થામાં શેનાં શેનાં પ્રત્યાખ્યાન લેવાનું શું શું વોસિરાવવું-તજવું, શું-શું ભાવના ભાવવી, સર્વ જીવને ખમાવવા વગેરે તેમજ ઉત્તમ મરણ કેવી રીતે થાય તે સમજાવ્યું છે.
શ્લોક સંખ્યા ૧૦૦ આ સૂત્રનો પાઠ-મનન અનુપ્રેક્ષા સમાધિમાં પૂર્ણ સહાયક થાય તેમ છે.
પ૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org