________________
| શ્રી પન્નવણા સૂત્રો ૧૫ શ્રી સમવાયાંગસૂત્રનું ઉપાંગ છે. આ ઉપાંગ સર્વથી મોટું છે. અને રત્નનો ખજાનો કહીને આ આગમનો મહિમા ગવાયો છે. એનો વિષય અતિ ગહન છે. વસ્તુ દ્રવ્યાનુયોગથી ભરપૂર છે. ઘણાં ખરાં પ્રકરણોનો આધાર ગ્રંથ છે. જેમાં પદાર્થનું સ્વરૂપ પ્રકર્ષપણે યથાવસ્થિત રૂપે જાણી શકાય તે પ્રજ્ઞાપના. આમાં નવતત્ત્વની પ્રરૂપણા છે. વેશ્યા, સમાધિ, લોકસ્વરૂપ વગેરે સમજાવ્યું છે.
શ્લોક પ્રમાણ ૪૪૫૪ - આ આગમના પ્રણેતા શ્રી સુધમસ્વિામિથી ર૩ મી પાટે થયેલા શ્રી શ્યામાચાર્ય મહારાજ છે. આની ઉપર શ્રી હરિભદ્રસૂરિજીએ ‘પ્રદેશ-વ્યાખ્યા નામની ૩૭૨૮ શ્લોક પ્રમાણવૃત્તિ રચી છે અને શ્રી મલયગિરિસૂરિજીએ વિવરણ રચ્યું છે. આ શ્લોક પ્રમાણ ૧૬000
છે. શ્રી સૂરપન્નતિ સૂત્ર ૧૬ ગણિતાનુયોગથી ભરપૂર આ ગ્રંથમાં સૂર્ય, ચંદ્ર, નક્ષત્ર, ગ્રહ વગેરેની ગતિ અને તેનાથી થતાં દિવસ, રાત, ઋતુઓ વગેરેનું વર્ણન છે. આમાં મંડલગતિ સંખ્યા, સૂર્યનો તિર્યક્ પરિભ્રમ, પ્રાકાશ્ય ક્ષેત્ર પરિમાણ વગેરે ર૦ પ્રાભૃત છે.
શ્લોક પ્રમાણઃ ૨૨૯૬
આ આગમ ઉપર શ્રી ભદ્રબાહુસ્વામીજીની નિયુકિત હતી પણ તે હાલ ઉપલબ્ધ નથી. અત્યારે શ્રી મલયગિરિસૂરિજી રચિત ૯૫૦૦ શ્લોક પ્રમાણ વૃત્તિ મળે છે જે મુદ્રિત છે.
શ્રી જંબુદ્વીપ પન્નત્તિ સૂત્ર ૧૭ જંબૂદ્વીપનું વર્ણન. આમાં પણ ગણિતાનુયોગનો વિષય છે. જંબૂદ્વીપના - પદાર્થો, તેના વિભાગો-જગતી, વેદિકા, દ્વારો, કારોના અધિષ્ઠાયકો, ભરતાદિક ક્ષેત્રો, પર્વતો, વનો તથા અરિહંત દેવોના જન્માભિષેક, આદિનાથ પ્રભુનાં પાંચ કલ્યાણકો, છ આરાના સ્વરૂપનું વર્ણન, નવનિધિ, મંદર, કુલકર વગેરેનું વર્ણન છે. આ ગ્રંથ ભૂગોળ વિષયક છે. ભારતવર્ષના વર્ણનમાં રાજા ભરતની કથાઓ છે.
શ્લોક સંખ્યા ૪૪૫૪
૫૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org