________________
જિનપતિ રે જંપે ભવ્ય તું સમકિતી રે લાલ,
ચરમશરીરી ખાસ રે લાલ ।। મો૦ ॥
સાંભળી રે હરખે નાટક તે કરે રે લાલ, બન્નીશબદ્ધ ઉલ્લાસ રે લાલ ।। મોરે૦ || ૪ ||
એક શત રે આઠ દેવ દેવી નાચે રે લાલ,
થઇ થેઇ કરતી રંગ રે લાલ ।। મોરે ।।
દેતી રે ફરતી ચિહું દિશી ફુદડી રે લાલ,
જિન ગુણ ગાતી ઉમંગ રે લાલ ।। મોરે || ૫ ||
વાજે રે વાજાં છંદે નવનવે રે લાલ,
હાવ ભાવ લય તાલ રે લાલ ।। મોરે૦ ॥
થાસક રે વાસક અંતર ભાવના રે લાલ,
Jain Education International
દ્વાદશ કિરણે રસાળ રે લાલ ।। મોરે૦ ×
વિસ્તર રે રાયપસેણી સૂત્રમાં રે લાલ,
જિન ઉત્તમ મહારાજ રે લાલ ।। મોરે ||
ભાખે રે નિજ મુખ પદ્મની દેશના રે લાલ,
રૂપવિજય પદ કાજ રે લાલ | મોરે || ૭ ||
૧ પ્રદેશીરાજાનો જીવ સૂર્યાભદેવ પ્રભુની ભકિત કરીને છ પ્રશ્ન પૂછે છે :
૧. હું ભવ્ય છું ? કે હું અભવ્ય છું ? ૨. હું સમકિતી છું ? હું મિથ્યાત્વી છું ? ૩. હું ચરમ શરીરી છું ? હું અચરમ શરીરી છું ?
૪. હું સુલભબોધિ છું ? હું દુર્લભબોધિ છું ?પ. હું આરાધક છું?
હું વિરાધક છું ? મેં . હું પરિત્તસંસારી છું ? હું અપરિત્ત સંસારી છું ?
૨. દર્પણ.
ઔં હ્રીં શ્રી પરમપુરુષાય, પરમેશ્વરાય, જન્મ-જરા મૃત્યુનિવારણાય, અજ્ઞાનોચ્છેદકાય, શ્રીમતે જિનેન્દ્રાય જલાદિકં - શ્રીમતે શ્રી રાયપસેણી ઉપાંગસૂત્રાય વાસક્ષેપાદિકં ચ યજામહે સ્વાહા |
૧૬
For Private & Personal Use Only
પરિચય માટે જુઓ છેલ્લે
www.jainelibrary.org