________________
દશમ શ્રી પ્રશ્નવ્યાકરણ અંગ પૂજા ૧૦
| દુહો ત્રિપદી અર્થ પ્રકાશીયો, ગણધરને જિનરાજ ||
તે જિનદેવને પૂજતાં, લહિએ શિવસામ્રાજય /૧૫ // ઢાળ દશમી વાલાજી પાંચમ મંગળવાર પ્રભાતે ચાલવું રે લોલ-એ દેશી. // ભવિ તુમે પૂજો શ્રી મહાવીર, સરસ કેસર ઘસી રે લોલ ! ભવિ તુમે અગર કસ્તુરી બરાસ, અંબર ભેળો ઘસી રે લોલ || ભવિ તુમે પંચવરણી વર કુસુમ, હાર કંઠે ધરો રે લોલ // ભવિ તુમે ધૂપ ઉખેવો ભાવથી, જિમ ભવજળ તરો રે લોલ / ૧ // ભવિ તુમે જગદીપક જિન આગળ, દ્રવ્યદીપક કરો રે લોલ || ભવિ તુમે ભાવદીપક લણો કેવળ-નાણ ઉલટ ધરો રે લોલ ભવિ તમે અક્ષત નૈવેઘ ફળ ઠવી, ભવસાગર તરો રે લોલ ! ભવિ તુમે સેવી સંવર ભાવ, એ શિવરમણી વરો રે લોલ / ૨ // ભવિ તુમે ઝંડી આશ્રવ પંચ, પૂજા પ્રેમે કરો રે લોલ || ભવિ તુમે જિનપૂજા જે શુદ્ધ, દયા તે મન ધરો રે લોલ || ભવિ તુમે શીલ સંયમ શિવ સમિતિ, સંવર જાણિયે રે લોલ || ભવિ તુમે સમ્મિતિ ભદ્રા બોધિ, પૂજા વખાણીયે રે લોલ | ૩ | ભવિ તમે જાણો દશમે અંગ, સુઅખંધ એક છે રે લોલ || ભવિ તુમે સમજો દશ અધ્યયન, અર્થથી છેક છે રે લોલ || ભવિ તુમે કર્મ નિર્જરા હેત, ચૈત્ય ભકિત કરો રે લોલ II ભવિ તુમે પૂજો ધ્યાવો સમરો, જિમ ભવજળ તરો રે લોલ || ૪ || ભવિ તુમે શ્રી જિનરાજ, ઉત્તમ મુખ પધની દેશના રે લોલ ! ભવિ તુમે ટાળો અનાદિ કુકર્મ, દાયક જે કલેશના રે લોલ || ભવિ તુમે રૂપવિજય પદકમલા, વિમલા પાવજો રે લોલ || ભવિ તુમે સરસ સુકંઠે, શ્રી જિનઆગમ ગાવજો રે લોલ || ૫ |
એ હૂ Ø પરમપુરુષાય, પરમેશ્વરાય, જન્મ-જરા મૃત્યુનિવારણાય, અજ્ઞાનોચ્છેદકાય, શ્રીમતે જિનેન્દ્રાય જલાદિક- શ્રીમતે શ્રી પ્રશ્નવ્યાકરણાંગસૂત્રાય વાસક્ષેપાદિકં ચ યજામહે સ્વાહા
૧૧
પરિચય માટે જુઓ છેલ્લે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org