________________
જૈનધર્મને પ્રાણું ફરજે પારલૌકિક જીવન સાથે સંબંધ ધરાવતી હોય, એનું પાલન કરે. દરેક વ્યક્તિ જન્મથી જ ઋષિઋણ એટલે વિદ્યાધ્યયન વગેરે, પિતૃઋણ એટલે સંતાનોત્પત્તિ વગેરે અને દેવઋણ એટલે યજ્ઞયાગ વગેરે બંધનોથી બંધાયેલી હોય છે. વ્યક્તિ પિતાની સામાજિક અને ધાર્મિક ફરજોનું પાલન કરીને પિતાની તુચ્છ ઈચ્છાનું શોધન કરે, એ ઇષ્ટ છે; પણ એને સમૂળગે નાશ કરવો એ ન તે શક્ય છે કે ન તે ઇષ્ટ છે. પ્રવર્તક ધર્મ પ્રમાણે પ્રત્યેક વ્યકિતને માટે ગૃહસ્થાશ્રમ જરૂરી છે; એનું ઉલ્લંઘન કરીને કોઈ વિકાસ નથી કરી શકતો. વ્યક્તિગત નિવતક ધર્મ
નિવર્તક ધર્મ વ્યક્તિગામી છે. એની ઉત્પત્તિ આત્મસાક્ષાત્કારની ઉત્કટ વૃત્તિમાંથી થવાને લીધે એ જિજ્ઞાસુને આત્મતત્ત્વ છે કે નહીં. છે તે એ કેવું છે, એને બીજાની સાથે કેવો સંબંધ છે, એને સાક્ષાત્કાર થઈ શકે એમ હોય તે એ કયા કયા ઉપાયોથી થઈ શકે વગેરે પ્રશ્નો તરફ જ પ્રેરે છે. એ પ્રશ્નો એવો નથી કે જેનું નિરાકરણ એકાંત ચિંતન, ધ્યાન, તપ અને અનાસક્ત જીવન વગર થઈ શકે. આવું યથાર્થ જીવન ખાસ ખાસ વ્યક્તિઓને માટે જ સંભવી શકે; એ સમાજગામી બને એવો સંભવ નથી. તેથી શરૂશરૂમાં પ્રવર્તક ધર્મ કરતાં નિવક ધર્મનું ક્ષેત્ર બહુ મર્યાદિત હતું. નિવર્તક ધર્મને માટે ગૃહસ્થાશ્રમનું બંધન હતું જ નહીં; એ તે ગૃહસ્થાશ્રમ માંડ્યા વગર જ વ્યક્તિને સર્વત્યાગની અનુમતિ આપે છે, કારણ કે એનો આધાર ઈચ્છાનું શોધન નહીં પણ એનો નિરોધ છે. એટલા માટે નિવક ધર્મ, વ્યક્તિ સમસ્ત સામાજિક અને ધાર્મિક ફરજેથી બંધાયેલ છે, એમ નથી માનતે. એની માન્યતા પ્રમાણે વ્યક્તિને માટે મુખ્ય કર્તવ્ય એક જ છે, અને તે એ કે જેમ બને તેમ આત્મસાક્ષાત્કાર અને એમાં અવરોધ ઊભો કરનારી ઈચ્છાનો નાશ કરવાનો પ્રયત્ન કરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org