________________
૬૩
જૈન સંસ્કૃતિનું હૃદય જૈન સમાજમાં જન્મેલ અને જૈને કહેવાનાર વ્યક્તિમાં જ સંભવ છે, એમ નથી. સામાન્ય લેકે જેને જૈન માને છે, અથવા જેઓ પિતાની જાતને જૈન કહે છે, એમનામાં જે આંતરિક ગ્યતા ન હોય તે એ હૃદયનો સંભવ ન સમજે; અને જૈન નહીં કહેવાનાર વ્યક્તિઓમાં પણ જે સાચી યોગ્યતા હોય તે એ હૃદયને સંભવ છે. આ રીતે જ્યારે સંસ્કૃતિનું બાહ્ય રૂપ સમાજમાં જ મર્યાદિત હેવાથી બીજા સમાજમાં એ સુલભ નથી હોતું, ત્યારે સંસ્કૃતિનું હૃદય, એ સમાજના અનુયાયીઓની જેમ, અન્ય સમાજના અનુયાયીઓમાં પણ હોઈ શકે છે. સાચી વાત તો એ છે કે સંસ્કૃતિનું હૃદય કે એને આત્મા એટલાં વ્યાપક અને સ્વતંત્ર હોય છે કે એને દેશ, કાળ,
જૂતિ, ભાષા અને રીતરિવાજે ન તે બંધિયાર બનાવી શકે કે ન તે પિતાની સાથે બાંધી શકે છે.] જૈન સંસ્કૃતિનું હૃદયઃ વિતક ધમ
( પ્રશ્ન એ છે કે જૈન સંસ્કૃતિનું હૃદય શું ચીજ છે? આનો ટૂંકો જવાબ તે એ છે કે નિવતક ધર્મ જૈન સંસ્કૃતિને આત્મા છે. જે ધર્મ નિવૃત્તિ આપવાવાળો અર્થાત પુનર્જન્મના ચક્રને નાશ કરવાવાળા હોય અથવા એ નિવૃત્તિના સાધનરૂપે જે ધર્મને પ્રાદુર્ભાવ, વિકાસ અને પ્રચાર થયો હોય, એ નિવક ધર્મ કહેવાય છે. આને મૂળ અર્થ સમજવા માટે પ્રાચીન છતાં સમકાલીન અન્ય ધર્મોના સ્વરૂપ સંબંધી થોડેક વિચાર કરવો જોઈશે. ધનું વર્ગીકરણ
અત્યારે દુનિયામાં જેટલા ધર્મો જીવિત છે, અથવા જેમનો ડેઘણો ઈતિહાસ મળે છે, એ બધાયના આંતરિક સ્વરૂપનું જે વર્ગીકરણ કરવામાં આવે તે મુખ્યત્વે એમને ત્રણ વિભાગમાં વહેંચી શકાય –
(૧) પહેલે એ વિભાગ કે જે વર્તમાન જન્મને વિચાર કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org