________________
જૈન સંસ્કૃતિનું હૃદય
સંરકૃતિનું ઝરણું
સંસ્કૃતિનું ઝરણું નદીના એવા પ્રવાહ જેવું છે કે જે પિતાના ઉદ્ગમ સ્થાનથી તે અંત સુધી બીજું નાનાં-મોટાં ઝરણાંઓ સાથે ભળતું, વધતું અને પરિવર્તન પામતું બીજાં અનેક મિશ્રણથી યુક્ત થતું જાય છે, અને ઉદ્ગમસ્થાનમાં પિતાને મળેલ રૂપ, સ્પર્શ, ગંધ. તથા સ્વાદ વગેરેમાં કંઈક ને કંઈક પરિવર્તન પણ પ્રાપ્ત કરતું રહે. છે. જૈન તરીકે ઓળખાતી સંસ્કૃતિ પણ સામાન્ય સંસ્કૃતિના આ નિયમને અપવાદ નથી. જે સંસ્કૃતિને આજે આપણે જૈન સંસ્કૃતિના નામે
ઓળખીએ છે એનો આવિર્ભાવ સૌથી પહેલાં કેણે કર્યો, અને એમનાથી એ પહેલવહેલાં કેવા રૂપે ઉદ્ભવી, એનું પૂરેપૂરું યથાર્થ વર્ણન કરવું, એ ઈતિહાસના સીમાડાની બહારની વાત છે. આમ છતાં, એ પ્રાચીન પ્રવાહનું છે અને જેવું ઝરણું આપણું સામે મોજૂદ છે, તથા. એ જે આધારના પટમાં વહેતું રહ્યું છે, એ ઝરણું અને એ સાધનો સંબંધી વિચારણા કરવાથી આપણે જૈન સંસ્કૃતિના હૃદયને થોડું ઘણું પિછાની શકીએ છીએ. જેને સંસ્કૃતિનાં બે રૂપ
બીજી સંસ્કૃતિઓની જેમ, જૈન સંસ્કૃતિનાં પણ બે રૂ૫ છેએક બાહ્ય અને બીજું આંતરિક. બાહ્ય રૂપ એ છે કે જેને એ સંસ્કૃતિના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org