________________
જૈનધર્મને પ્રાણ કરીએ છીએ ત્યારે એ નવાઈ દૂર થઈ જાય છે. કઈ પણ સંપ્રદાયે બીજા સંપ્રદાયને પૂરે ન્યાય નથી આપ્યો. એવું પણ બન્યું હોય કે મૂળમાં બુદ્ધ તથા એમના સમકાલીન શિષ્યો ચતુર્યામનો પૂરે અને સાચો અર્થ જાણતા હેય—એ અર્થ સર્વત્ર પ્રસિદ્ધ પણ હતા–તેથી એ જણાવવાની જરૂર ન દેખાઈ હોય; પણ જેમ જેમ પિટકનું સંકલન થતું ગયું તેમ તેમ ચતુર્યામનો અર્થ સ્પષ્ટ કરવાની જરૂર દેખાઈ હેય. કઈ બૌદ્ધ ભિક્ષુએ, કલ્પનાને બળે, એના અર્થની પૂતિ કરી, એ જ આગળ જતાં જેમની તેમ ચાલુ રહી, અને કોઈએ એ ન વિચાર્યું કે ચતુર્યામનો આ અર્થ નિગ્રંથ પરંપરાને માન્ય છે કે નહીં? બૌદ્ધોના સંબંધમાં જેનોના હાથે પણ આવો વિપાસ થયેલ ક્યાંક
ક્યાંક જોવામાં આવે છે. કોઈ પણ સંપ્રદાયની માન્યતાનું પૂર્ણ સાચું રૂપ તે એના ગ્રંથ અને એની પરંપરાથી જાણી શકાય છે.
[દઔચિં૦ નં. ૨, પૃ. ૫૦-૫૯, ૯૭-૧૦૦]
૧. સૂત્રકૃતાંગ ૧-૨-૨, ૨૪-૨૮.
- Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org