________________
બદલે
માળ, હયાત હતા
આવી
માલવણિયા તથા અમારા મિત્ર શ્રી રતિલાલ દીપચંદ દેસાઈએ એના સંપાદનનું કામ સ્વીકારીને અમારા કાર્યને સરળ બનાવી દીધું. શ્રી. દલસુખભાઈએ તે પુસ્તકના સંપાદન ઉપરાંત ગ્રંથની ઉપયોગિતામાં ઉમેરો કરે એવી ભૂમિકા પણ લખી આપી છે. આ બને તે અમારા નિકટના મિત્રો અને મુરબ્બીઓ છે, એટલે એમને આભાર માનવાના બદલે એમની લાગણની નોંધ લઈને જ અમે સંતોષ માનીએ છીએ.
આ ગ્રંથમાળાનું ત્રીજું પુસ્તક “પદ્મપરાગ” પ્રગટ થયું ત્યારે અમારાં પૂજ્ય માતુશ્રી હયાત હતાં. એ પુસ્તક તેઓશ્રીને અર્પણ કરવાની મેં એમને જાણ કરી ત્યારે એમના મોં ઉપર સ્વર્ગસ્થ ભાઈ તેમ જ અમારા તરફની મમતાની જે રેખાઓ ઊપસી આવી હતી એ આજે પણ યાદ છે. આ ચોથું પુસ્તક પ્રગટ થાય છે ત્યારે તેઓને સ્વર્ગવાસી થયે (સ્વર્ગવાસ તા. ૨૮-૧૦-૧૯૬૧) દસ મહિના પૂરા થવામાં છે. તેઓની બેઠક અમારા ઘરના પ્રવેશ દ્વારા પાસેના ઓરડામાં હતી. ઘરમાં પેસતાં પહેલાં એમનાં જ દર્શન થાય; અને બહાર જતી વખતે
બા, બહાર જાઉં છું” એમ કહીને બાના “ હા ભાઈ, વહેલે આવજે” એ મમતાભર્યા શબ્દો સાંભળીને જ બહાર જાઉં. જીવનને એ નિત્યક્રમ થઈ ગયો હતો. પણ આજે એ સ્થાન સૂનું પડ્યું છે અને એ શબ્દો સદાને માટે લુપ્ત થઈ ગયા છે ! પણ સંસાર તે સંગ અને વિયોગની ફૂલગૂંથણ છે ! એમાં અક્સેસ શું કરો ? એ પરમ ઉપકારીને અમારા સૌના અંતરનાં પ્રણામ હો!
આ પુસ્તકનું સુઘડ છાપકામ સમયસર કરી આપવા બદલ ચંદ્રિકા પ્રિન્ટરીના સંચાલકોને, ભાગ્યા સમયે મનોહર કવર ડિઝાઈન દેરી આપવા માટે જાણીતા કલાકાર શ્રી સી. નરેનભાઈને અને આ કાર્યમાં સહકાર આપનાર અન્ય સૌ કોઈને અમે આભાર માનીએ છીએ.
૪૮, ગવાલિયટક સર સુબઈ-} કાંતિલાલ ડાહ્યાભાઈ કેરા " તા. ૨૦-૮-૧૯૬૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org