________________
નિ વે દ ન
વખતને વીતતાં શી વાર લાગે છે?
જોતજોતામાં ભાઈ જગમોહનદાસને ગુજરી ગયા ચાર વર્ષ પૂરાં થયાં. એના પુણ્યસ્મરણ નિમિતે શરૂ કરેલી ગ્રંથમાળાનું આજે ચોથું પુસ્તક પ્રગટ થઈ રહ્યું છે. વર્ષો વર્ષે માળાને મણકે ફરતે રહે છે, અને ભાઈના સ્વર્ગવાસ-સ્મરણના સંવત્સરને આગળ વધારતા રહે છે !
આ નાની સરખી શુભ પ્રવૃત્તિને સ્વજનો, સનેહીઓ, મિત્રો, મુરબ્બીઓ અને વિદ્યાપ્રેમી મહાનુભાવો તરફથી જે મમતાભર્યો આવકાર મળી રહ્યો છે, તેથી અમારે ઉત્સાહ વધતો રહે છે. એ સૌ મહાનુભાવો પ્રત્યે અમારી ઊંડી કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરીએ છીએ.
આ વખતે આ ગ્રંથમાળાના ચોથા પુસ્તક તરીકે અમે પરમપૂજ્ય પંડિતવર્ય શ્રી સુખલાલજીની પ્રજ્ઞા-પ્રસાદી રજૂ કરી શક્યા છીએ એ અમારા માટે વિશેષ આનંદને વિષય છે. પંડિતજી જેવા ભારતવિખ્યાત તત્ત્વવેત્તાનું પુસ્તક પ્રકાશિત થવાથી અમારી આ નાની સરખી ગ્રંથમાળા ગૌરવાન્વિત બની છે. આ ગ્રંથમાળાનો પ્રારંભ પણ તેઓશ્રીના “ચાર તીર્થકર ” પુસ્તકથી જ થયા હતા. પૂજ્ય પંડિતજી તે, એમણે વસાવેલા વિશાળ કુટુંબના વડીલ છે, અને એ કુટુંબમાં બેસવાનું સદ્ભાગ્ય અમને પણ સાંપડ્યું છે, એટલે એમને આભાર તે અમે કેવી રીતે માની શકીએ ? અમે હમેશાં એમની આવી મમતાના અધિકારી બની રહીએ એટલી જ અભ્યર્થના કરીએ છીએ.
આ પુસ્તકનું પ્રકાશન કરવાની અનુમતિ આપવા બદલ અમે પૂ. પંડિતજીએ સ્થાપેલ જ્ઞાનોદય ટ્રસ્ટ, અને એના ટ્રસ્ટી મુરબ્બીઓને હાર્દિક આભાર માનીએ છીએ. આ પુસ્તક એના વાચકને જૈનધર્મની પ્રાણભૂત એવી વિશિષ્ટ માહિતી આપશે, એમાં શંકા નથી.
પૂજ્ય પંડિતજીના વિપુલ સાહિત્યમાંથી લેખેની પસંદગી કરવાનું કામ બહુ મુશ્કેલ હતું. પરંતુ સૌજન્યમૂર્તિ, પંડિત શ્રીયુત દલસુખભાઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org