________________
જૈનધર્મને પ્રાણ
વૈભવ ન પણ હોય છતાં માણસ પિતાને બીજાથી મે માને છે અને તેમ મનાવવા યત્ન કરે છે. એમાં નમ્રતા હોય તે તે બનાવટી હોય છે અને તેથી તે માણસને મેટાઈને જ ખ્યાલ પૂરો પાડે છે. એની નમ્રતા એ મેટાઈને માટે જ હોય છે. સાચા જીવનની ઝાંખી ન હોવાથી અને ગુણની અનન્તતાનું તેમ જ પિતાની પામરતાનું ભાન ન હોવાથી પંથમાં પડેલે માણસ પિતામાં લઘુતા અનુભવી શકતો જ નથી, માત્ર તે લઘુતા દર્શાવ્યા કરે છે.
ધર્મમાં દૃષ્ટિ સત્યની હોવાથી તેમાં બધી બાજુ જેવા– જાણવાની ધીરજ અને બધી જ બાજુઓને સહી લેવાની ઉદારતા હોય છે. પંથમાં એમ નથી હતું. તેમાં દષ્ટિ સત્યાભાસની હોવાથી
એક જ–અને તે પણ પિતાની–બાજુને સર્વ સત્ય માની બીજી બાજુ જોવા-જાણવા તરફ વલણ જ નથી આપતી, અને વિરોધી બાજુઓને સહી લેવાની કે સમજી લેવાની ઉદારતા પણ નથી આપતી.
ધર્મમાં પોતાનું દોષદર્શન અને બીજાઓના ગુણનું દર્શન મુખ્ય હેય છે, જ્યારે પંથમાં તેથી ઊલટું છે. પંથવાળો માણસ બીજાના ગુણે કરતાં દોષ જ ખાસ જોયા તેમ જ ગાયા કરે છે, અને પિતાના દેશો કરતાં ગુણે જ વધારે જોયા તેમ જ ગાયા કરે છે, અથવા તે એની નજરે પિતાના દોષે ચડતા જ નથી.
ધર્મગામી કે ધર્મનિષ્ઠ માણસ પ્રભુને પિતાની અંદર જ અને પિતાની આસપાસ જ જુએ છે. તેથી તેને ભૂલ અને પાપ કરતાં
પ્રભુ જોઈ જશે” એ ભય લાગે છે, તેની શરમ આવે છે, જ્યારે પંથગામી માણસને પ્રભુ વૈકુંઠમાં કે મુક્તિસ્થાનમાં હોવાની શ્રદ્ધા હોય છે, એટલે તે ભૂલ કરતાં પ્રભુથી પિતાને વેગળો માની, જાણે કઈ જાણતું જ ન હોય તેમ, નથી કાઈથી ભય ખાતો કે નથી શરમાતે. એને ભૂલનું દુઃખ સાલતું જ નથી અને સાલે તોયે ફરી ભૂલ ન કરવાને માટે નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org