SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનધર્મને પ્રાણ તાત્ત્વિક અને વ્યાવહારિક ધર્મના સંબંધ વિષે વિચારી જાણે છે, ટૂંકમાં તાત્વિક અને વ્યાવહારિક ધર્મના યોગ્ય પૃથક્કરણની તેમ જ બળાબળની ચાવી જેઓને લાધી છે, તેમને વ્યાવહારિક ધર્મના મતભેદે ફ્લેશવર્ધક તરીકે સ્પર્શી નથી શકતા. આને સારી એ નીકળ્યો કે જે ધર્મ વિષેની ખરી સ્પષ્ટ સમજ હોય તો કોઈ પણ મતભેદ કલેશ જન્માવી શકે; ખરી સમજ હેવી એ એક જ કલેશવર્ધક મતભેદના નિવારણને ઉપાય છે. આ સમજનું તત્વ પ્રયત્નથી મનુષ્યજાતિમાં વિસ્તારી શકાય છે, તેથી એવી સમજ મેળવવી કે કેળવવી એ ઇષ્ટ છે. - શુદ્ધ વૃત્તિ અને શુદ્ધ નિકા નિર્વિવાદપણે ધર્મ છે, જ્યારે બાહ્ય વ્યવહારોના ધમધમપણામાં મતભેદો છે. તેથી બાહ્ય આચારો કે વ્યવહાર, નિયમો કે રીતરિવાજોની ધર્મતા કે અધર્મતાની કસોટી એ તાત્ત્વિક ધમ જ હોઈ શકે. [અચિં- ભા. ૧, પૃ. પર-પ૩] [૭] ધર્મદષ્ટિ અને તેનું ઊર્ધીકરણ ઊર્વીકરણનો અર્થ છે શુદ્ધીકરણ તેમ જ વિસ્તારીકરણ. ધર્મદષ્ટિ જેમ જેમ શુદ્ધ થાય અને શુદ્ધ કરાય તેમ જ તેને વિસ્તાર થાય અર્થાત્ માત્ર વ્યક્તિગત ન રહેતાં તેનું જેમ જેમ સામુદાયિક રૂપ નિર્માણ થાય, તેમ તેમ તેનું ઊર્ધ્વીકરણ થાય છે એમ સમજવું જોઈએ. એને જ Sublimation કહેવામાં આવે છે. જિજીવિષા યા જીવનવૃત્તિ અને ધર્મદષ્ટિ એ બન્ને પ્રાણીમાત્રમાં સહભૂ અને સહચારી છે. ધર્મદષ્ટિ વિના જીવનવૃત્તિ સતિષાતી નથી અને જીવનવૃત્તિ હોય તે જ ધર્મદૃષ્ટિનું અસ્તિત્વ સંભવે છે. આમ છતાં મનુષ્ય અને ઇતર છવજગત વચ્ચેની સ્થિતિ નોખી નોખી છે. પશુ-પક્ષી અને કીડી-ભ્રમર જેવી અનેક પ્રાણી જાતિઓમાં આપણે જોઈએ છીએ કે તે તે પ્રાણી માત્ર પોતાના દૈહિક જીવન અર્થે જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002157
Book TitleJain Dharmano Pran
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Dalsukh Malvania, Ratilal D Desai
PublisherRasiklal Dahyabhai Kora Mumbai
Publication Year1962
Total Pages281
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy