________________
જૈનધમ ના પ્રાણ
૨૪૪
માંથી ચેામાસાને ભેજ ઉડાવવા અને પુસ્તકાની સારસંભાળ લેવા ત્રણ દિવસનુ` સરસ્વતીશયન નામનુ પર્વ ઊજવે છે; જ્યારે જેને કાર્તિક શુદી પંચમીને જ્ઞાનપંચમી કહી તે વખતે પુસ્તકા અને ભંડારાને પૂજે છે, અને એ નિમિત્તે ચામાસામાંથી સંભવતા બગાડ ભડારામાંથી દૂર કરે છે. આ રીતે જૈન જ્ઞાનસંસ્થા, જે એકવાર માત્ર મૌખિક હતી તે, અનેક ફેરફાર પામતી પામતી, અને ઘટાડેાવધારા અને અનેક વિવિધતા અનુભવતી અનુભવતી આજે મૂરૂપે આપણી સામે છે. [દૃચિ ભા૦ ૧, પૃ૦ ૩૭૩-૩૭૫]
જૈન ભડારાની અસાંપ્રદાયિક દૃષ્ટિ
સેકડે। વર્ષોથી ઠેર ઠેર સ્થાપન થયેલા માટા મેાટા જૈન જ્ઞાનભડારામાં ફક્ત જૈન શાસ્ત્રોનુ કે અધ્યાત્મશાસ્ત્રનું જ સંગ્રહ-સરક્ષણ નથી થયું, બલ્કે એની મારફત અનેક પ્રકારનાં લૌકિક શાસ્ત્રોનુ અસાંપ્રદાયિક દૃષ્ટિએ સંગ્રહ-સરક્ષણ પણ થયું છે. વૈદક, જ્યાતિષ, મંત્રતંત્ર, સંગીત, સામુદ્રિકશાસ્ત્ર, ભાષાશાસ્ત્ર, કાવ્ય, નાટક, પુરાણા, અલંકાર અને કથા થા તેમ જ બધાં દતાનાં મહત્ત્વનાં શાસ્ત્ર—આ બધાંનું જૈન જ્ઞાનભંડારામાં કેવળ સંગ્રહ-સંરક્ષણ જ નથી થયું, બ એના અધ્યયન અને અધ્યાપન દ્વારા કેટલાક વિશિષ્ટ વિદ્વાનોએ એવી પ્રતિભામૂલક નવી કૃતિઓની રચના કરી કે જે ખીજે દુર્લભ છે, અને મૌલિક કહી શકાય એવી છે. જૈન જ્ઞાનભડારામાંથી એવા ગ્રંથા પણ ઉપલબ્ધ થયા છે, જે બૌદ્ધ વગેરે અન્ય પર પરાઓના છે, અને આજે દુનિયાના ખીજા કાઈ પણ ભાગમાં મૂળ સ્વરૂપે હજી સુધી ઉપલબ્ધ થયા નથી.
}
Jain Education International
[દૃઔચિ’॰ ખ′૦ ૨, પૃ૦ ૫૧૮-૫૧૯ ]
For Private & Personal Use Only
www.jainelibrary.org