________________
ચાર સંસ્થાઓ
૨૪૩ દરેક ગામ અને શહેરના સંધને એમ લાગે જ કે અમારે ત્યાં જ્ઞાનભંડાર હે જ જોઈએ. દરેક ત્યાગી સાધુ પણ જ્ઞાનભંડારની રક્ષા અને વૃદ્ધિમાં જ ધર્મની રક્ષા માનતો થઈ ગયો. પરિણામે આખા દેશમાં, એક છેડેથી બીજા છેડા સુધી, જૈન જ્ઞાનસંસ્થા ભંડારરૂપે વ્યવસ્થિત થઈ ગઈ. ભંડારો પુસ્તકોથી ઊભરાતા ચાલ્યા. પુસ્તકોમાં પણ વિવિધ વિષયોનું અને વિવિધ સંપ્રદાયનું જ્ઞાન સંઘરાતું ગયું. સંધના ભંડારે, સાધુના ભંડારો અને વ્યક્તિગત માલિકીના પણ ભંડારો—એમ ભગવાનના શાસનમાં ભંડાર, ભંડાર અને ભંડાર જ થઈ ગયા ! એની સાથે જ મોટો લેખકવર્ગ ઊભો થયો, લેખનકળા વિકાસ પામી અને અભ્યાસીવર્ગ પણ ભારે વધ્યો. છાપવાની કળા અહીં આવી ન હતી ત્યારે પણ કોઈ એક નવો ગ્રંથ રચાયો કે તરત જ તેની સેંકડો નકલે થઈ જતી અને દેશના બધે ખૂણે વિદ્વાનોમાં વહેચાઈ જતી. આ રીતે જૈન સંપ્રદાયમાં જ્ઞાનસંસ્થાની ગંગા અવિચ્છિન્નપણે વહેતી આવી છે. જ્ઞાન તરફની જીવતી જૈન ભક્તિને પરિણામે આજે પણ એ ભંડારો એટલા બધા છે અને એમાં એટલું બધું વિવિધ તેમ જ જૂનું સાહિત્ય છે કે તેનો અભ્યાસ કરવા માટે વિદ્વાને પણ
ઓછા પડે છે. પરદેશના અને આ દેશના કેડીબંધ શોધક અને વિદ્વાનોએ આ ભંડારની પાછળ વર્ષો ગાળ્યાં છે અને એમાંની વસ્તુ તથા એનો પ્રાચીન રક્ષાપ્રબંધ જોઈ તેઓ ચકિત થયા છે. બ્રાહ્મણ અને જૈન ભંડારે વચ્ચે ફેર
બ્રાહ્મણ સંપ્રદાયના અને જૈન સંપ્રદાયના ભંડારો વચ્ચે એક ફેર છે, અને તે એ કે બ્રાહ્મણના ભંડારો વ્યક્તિની માલિકીના હોય છે,
જ્યારે જૈન ભંડારે બહુધા સંઘની માલિકીના જ હોય છે, અને ક્વચિત વ્યક્તિની માલિકીના હોય ત્યાં પણ તેને સદુપયોગ કરવા માટે તે વ્યક્તિ માલિક છે, અને દુરુપયોગ થતો હોય ત્યાં મોટેભાગે સંઘની જ સત્તા આવીને ઊભી રહે છે. બ્રાહ્મણે આસો મહિનામાં જ પુસ્તકે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org