________________
ચાર સંસ્થાઓ
૨૩૯
શાંતિ સાધી હતી, એવાઓના શુભ અને શુદ્ધ કૃત્યની નેંધ તો એમની સાથે જ ગઈ, કારણ કે એમને પિતાના જીવનની યાદી બીજાઓને સેંપવાની કશી પડી જ ન હતી; પણ જેઓએ, અંતર્દષ્ટિ હેવા છતાં કે ન હોવા છતાં અગર ઓછીવત્તી હોવા છતાં, લેક કાર્યમાં પિતાના પ્રયત્નનો ફાળો આપેલ હતે એની નોંધ આપણી સામે વજલિપિમાં લખાયેલી છે–એકવારના માંસજી અને મદ્યપાથી જનસમાજમાં જે માંસ અને મઘ તરફની અરુચિ અથવા તેના સેવનમાં અધર્મબુદ્ધિ ઉત્પન્ન થઈ છે, તેનું શ્રેય કાંઈ સાધુસંસ્થાને ભાગે ઓછું નથી. સાધુસંસ્થાનું રાતદિવસ એક કામ તે ચાલ્યા જ કરતું કે તેઓ જ્યાં જાય ત્યાં સાત વ્યસનના ત્યાગને શબ્દથી અને જીવનથી પદાર્થપાઠ શીખવે. માંસનો તિરસ્કાર, દારૂની ઘણું અને વ્યભિચારની અપ્રતિષ્ઠા તેમ જ બ્રહ્મચર્યનું બહુમાન–આટલું વાતાવરણ લેકમાનસમાં ઉતારવામાં જૈન સાધુસંસ્થાને અસાધારણ ફાળે છે એની કેઈ ના પાડી શકે નહિ.
[દઅચિં૦ ભા૧, પૃ. ૪૧૨-૪૧૬]
[૩] તીર્થસંસ્થા જ્યાં ધાર્મિક આત્માઓનો કાંઈ પણ સંબંધ રહ્યો હોય, અગર જ્યાં કુદરતી સુંદરતા હોય અથવા એ બેમાંથી એકે ન હોય છતાં જ્યાં કોઈ પૈસાદારે પુષ્કળ નાણું ખરચી ઇમારતની, સ્થાપત્યની, મૂર્તિની કે એવી કાંઈ વિશેષતા આણી હોય ત્યાં ઘણેભાગે તીર્થ ઊભાં થઈ જાય છે. ગામ અને શહેરે ઉપરાંત સમુદ્રતટ, નદીકાંઠા, બીજાં જળાશો અને નાનામોટા પહાડે એ જ મેટેભાગે તીર્થ તરીકે પ્રસિદ્ધ છે.
જૈન તીર્થો જળાશય પાસે નથી આવ્યાં એમ તો નથી જ, સુંદર તીર્થે ગંગા જેવી મહતી નદીને કિનારે અને બીજા જળાશય પાસે આવેલાં છે. તેમ છતાં સ્થાન પરત્વે જૈન તીર્થોની ખાસ વિશેષતા પહાડોની પસંદગીમાં છે. પૂર્વ હિંદુસ્તાન કે પશ્ચિમ હિંદુસ્તાન, દક્ષિણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org