________________
૧૪
નયવાદ
જેન તત્વજ્ઞાનની પરિભાષાઓમાં “નયવાદ ની પરિભાષાનું પણ સ્થાન છે. નય પૂર્ણ સત્યની એક બાજુને જાણનારી દૃષ્ટિનું નામ છે. આવા નયના સાત પ્રકાર જૈન શાસ્ત્રોમાં પ્રાચીન સમયથી મળે છે, જેમાંના પહેલા નયનું નામ છે “નૈગમ.” ગમ' શબ્દનું મૂળ અને એને અર્થ
એ કહેવાની જરૂર નથી કે “મૈગમ” શબ્દ “નિગમ ઉપરથી બન્યો છે. આ નિગમે વૈશાલીમાં હતા અને એના ઉલ્લેખ સિક્કાઓમાં પણ મળે છે. એકસરખો કારોબાર ચલાવનારી શ્રેણીવિશેષને “નિગમ કહે છે. એમાં એક પ્રકારની એકતા હોય છે, અને બધું ધૂળ વ્યવહાર એક જેવો ચાલે છે. એ જ “નિગમને ભાવ લઈને, એના ઉપરથી “મૈગમ' શબ્દ દ્વારા જૈન પરંપરાએ એક એવી દષ્ટિનું સૂચન કર્યું છે કે જે સમાજમાં સ્થૂળ હોય છે, અને જેને આધારે જીવનવ્યવહાર ચાલે છે. બાકીના છ ને, એને આધાર અને એની સમજૂતી
નૈગમ પછી સંગ્રહ, વ્યવહાર, જુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત એવા છ શબ્દો દ્વારા આ આંશિક -સત્યના અમુક અંશને ગ્રહણ કરતી ] વિચારસરણીઓ સૂચવવામાં આવી છે. ઉપરની છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org