________________
કર્મતત્ત્વ
કર્મવાદીને સિદ્ધાન્ત એવો છે કે જીવન એ માત્ર વર્તમાન જન્મમાં જ પૂરું નથી થતું; એ તો પહેલાં પણ હતું અને આગળ પણ ચાલવાનું. કોઈ પણ સારું કે નરસું, સ્કૂલ કે સૂક્ષ્મ, શારીરિક કે માનસિક એવું પરિણામ જીવનમાં નથી ઉદ્ભવતું કે જેનું બીજ તે
વ્યક્તિએ વર્તમાન કે પૂર્વ જન્મમાં વાવ્યું ન હોય. કર્મવાદની દીર્ધ દૃષ્ટિ
એવું એક પણ સ્કૂલ કે સૂક્ષ્મ, માનસિક, વાચિક કે કાયિક કમ નથી કે જે આ કે પર જન્મમાં પરિણામ ઉત્પન્ન કર્યા સિવાય વિલય પામે. કર્મવાદીની દૃષ્ટિ દીધું એટલા માટે છે કે તે ત્રણે કાળને સ્પશે છે; જ્યારે ચાર્વાકની દૃષ્ટિ દીર્ઘ નથી, કેમ કે તે માત્ર વર્તમાનને સ્પર્શે છે. કર્મવાદની આ દીર્ધ દૃષ્ટિ સાથે તેની વૈયક્તિક, કૌટુંબિક, સામાજિક કે વિશ્વીય જવાબદારીઓ અને નૈતિક બંધનોમાં, ચાર્વાકની અલ્પ દષ્ટિમાંથી ફલિત થતી જવાબદારીઓ અને નૈતિક બંધને કરતાં, મોટો ફેર પડી જાય છે. જે આ ફેર બરાબર સમજવામાં આવે અને તેને અંશ પણ જીવનમાં ઊતરે તે તે કર્મવાદીઓનો ચાર્વાક પ્રત્યે આક્ષેપ સાચો ગણાય અને ચાર્વાકના ધર્મધ્યેય કરતાં કર્મવાદીનું ધર્મધ્યેય ઉન્નત અને ગ્રાહ્ય છે એમ જીવનવ્યવહારથી બતાવી શકાય.
[દઅચિં- ભા. ૧, પૃ. ૫૯]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org