SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ~~ ~~~ ~ ~~ ~ ~ ૧૮૨ જૈનધર્મને પ્રાણ દેવ ગુરુ, ધર્મ તો જૈન પરંપરામાં તાત્વિક ધર્મ ત્રણ તોમાં સમાયેલું મનાય છેઃ દેવ, ગુરુ અને ધર્મ. આત્માની પૂરેપૂરી નિર્દોષ અવસ્થા એ દેવતત્વ; એવી નિર્દોષતા પ્રાપ્ત કરવાની સાચી આધ્યાત્મિક સાધના એ ગુરુતત્વ; અને બધી જાતનો વિવેકી યથાર્થ સંયમ તે ધર્મતત્વ. આ ત્રણ તત્વોને જૈનત્વને આત્મા કહેવો જોઈએ. એ તને સાચવનાર અને પોષનાર ભાવનાને એનું શરીર કહેવું જોઈએ. દેવતત્વને ભૂલ રૂપ આપનાર મંદિર, એમાંની મૂતિ, એની પૂજા-આરતી, એ સંસ્થા નભાવવાનાં સાધનો, તેની વ્યવસ્થાપક પેઢીઓ, તીર્થસ્થાને એ બધું દેવતત્વની પિષક ભાવનારૂપ શરીરનાં વસ્ત્ર અને અલંકાર જેવું છે. એ જ રીતે મકાન, ખાનપાન, રહેવા આદિના નિયમે અને બીજાં વિધિવિધાન એ ગુરુતત્વના શરીરનાં વસ્ત્ર કે અલંકારો છે. અમુક ચીજ ન ખાવી, અમુક જ ખાવી, અમુક પ્રમાણમાં ખાવી, અમુક વખતે ન જ ખાવું, અમુક સ્થાનમાં અમુક જ થાય, અમુકના પ્રત્યે અમુક રીતે જ વરતાય, ઇત્યાદિ વિધિનિષેધના નિયમો એ સંયમતત્ત્વના શરીરનાં કપડાં કે ઘરેણાં છે. [દઅચિં ભા. ૧, પૃ. ૫૬ ] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002157
Book TitleJain Dharmano Pran
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Dalsukh Malvania, Ratilal D Desai
PublisherRasiklal Dahyabhai Kora Mumbai
Publication Year1962
Total Pages281
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy