________________
૧૭૯
જીવ અને પંચ પરમેષ્ઠી જરા સરખો પણ ખ્યાલ નથી આવી શકત. આપણું અને ગીએની ગ્યતા વચ્ચે મોટું અંતર છે. આપણે વિષયના ગુલામ, લાલચના પૂતળા અને અસ્થિરતાના કેન્દ્ર છીએ. આથી ઊલટું યોગીઓને મન વિષયનું આકર્ષણ કઈ ચીજ નથી; લાલચ તો એમને સ્પર્શી પણ નથી શકતી; તેઓ તે સ્થિરતાના સુમેરુ જેવા હોય છે. આપણે થોડા સમય માટે પણ મનને સર્વથા સ્થિર નથી રાખી શકતા; કોઈનું કડવું વેણ સાંભળીને મારવા-મરવા તૈયાર થઈ જઈએ છીએ; નજીવી વસ્તુ ખોવાઈ જતાં જાણે આપણા પ્રાણ નીકળી જવા માંડે છે; સ્વાર્થોધતાને લીધે બીજાની વાત તો શું કરવી, ભાઈ અને બાપને પણ આપણે દુશ્મન માની લઈએ છીએ. પરમાગી આ બધા દોષોથી મુક્ત હેય છે. જ્યારે એમની આંતરિક દશા આટલી ઊંચી હોય છે, ત્યારે એમની ઉપર જણાવ્યા મુજબની લેકોત્તર સ્થિતિ થાય એમાં કશી નવાઈ નથી. સામાન્ય વેગસમાધિ કરનારા મહાત્માઓનો અને ઉચ્ચ ચારિત્રવાળા સામાન્ય માણસોને પણ જેટલો મહિમા–પ્રભાવ જોવામાં આવે છે, એને વિચાર કરવાથી અરિહંત જેવા પરમગીની લેકેત્તર વિભૂતિ માટે સંદેહ નથી રહેતો. વ્યવહાર અને નિશ્ચયદષ્ટિએ પાંચેનું સ્વરૂપ
પ્રશ્ન : વ્યવહાર (બાહ્ય) અને નિશ્ચય (આત્યંતર) એ બન્ને દૃષ્ટિએ અરિહંત અને સિદ્ધનું સ્વરૂપ કેવું હોય છે?
ઉત્તર : આ બન્ને દૃષ્ટિએ સિદ્ધના સ્વરૂપમાં કશો ફેર નથી. એમને માટે જે નિશ્ચય છે એ જ વ્યવહાર છે, કારણ કે સિદ્ધ અવસ્થામાં નિશ્ચય અને વ્યવહારની એકતા થઈ જાય છે. પણ અરિહંતની બાબતમાં આવું નથી. અરિહંતને શરીર હોય છે, તેથી એમનું
વ્યાવહારિક સ્વરૂપ તે બાહ્ય વિભૂતિઓ સાથે સંબંધ ધરાવે છે અને નિશ્ચય સ્વરૂપનો સંબંધ આંતરિક શક્તિઓના વિકાસ સાથે હેય છે, તેથી નિશ્રયદષ્ટિએ અરિહંત અને સિદ્ધનું સ્વરૂપ એકસરખું માનવું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org