________________
જીવ અને પંચ પરમેષ્ઠી
૧૭૭ અવસ્થા નથી હતી; એટલા માટે એ દેવતત્વ મનાય છે. આથી ઊલટું, આચાર્ય વગેરે ત્રણ, પૂજ્ય અને પૂજક એ બને અવસ્થા ધરાવે છે. તેઓ પિતાથી ઊતરતી કેટીવાળાના પૂજ્ય અને ચડિયાતી કાટીવાળાના પૂજક છે. તેથી જ ગુરુતત્વ મનાય છે. અરિહંત અને સિદ્ધની વચ્ચે ફેર
પ્રશ્ન : અરિહંત અને સિદ્ધની વચ્ચે ફેર શું છે?
ઉત્તર : સિદ્ધ શરીર રહિત એટલે બધાય પદ્ગલિક પોથી દૂર હોય છે, પણ અરિહંત એવા નથી હોતા. એમને શરીર હોય છે તેથી, મેહ, અજ્ઞાન વગેરેને નાશ થઈ જવા છતાં, તેઓ ચાલવું ફરવું, બોલવું, વિચારવું વગેરે શારીરિક, વાચિક તથા માનસિક ક્રિયાઓ કરતા રહે છે. સારાંશ એ છે કે જ્ઞાન, ચારિત્ર વગેરે શક્તિઓના વિકાસની પૂર્ણતા અરિહંત અને સિદ્ધ બનેમાં એકસરખી હોય છે, પણ સિદ્ધ ગ(મન-વચન-કાયાની ક્રિયા) થી રહિત હોય છે, અને અરિહંત યોગથી સહિત હોય છે. જેઓ પહેલાં અરિહંત બને છે, તેઓ જ શરીરના ત્યાગ પછી સિદ્ધ કહેવાય છે. આચાર્ય વગેરે વચ્ચેને ફેર
પ્રશ્ન : આચાર્ય વગેરે ત્રણ વચ્ચે શું ફેર છે?
ઉત્તર : આ જ પ્રમાણે [ અરિહંત અને સિદ્ધની જેમ જ] આચાર્ય, ઉપાધ્યાય અને સાધુઓમાં સાધુના ગુણ સામાન્ય રીતે એકસરખા હોવા છતાં “સાધુ” કરતાં “ઉપાધ્યાય અને “આચાર્યમાં વિશેષતા હોય છે. તે એ કે ઉપાધ્યાયપદને માટે સૂત્ર તથા અર્થનું વાસ્તવિક જ્ઞાન, ભણાવવાની શક્તિ, વચનમધુરતા અને ચર્ચા કરવાની શક્તિ વગેરે કેટલાક ખાસ ગુણ મેળવવા જરૂરી છે, પણ સાધુપદને માટે આ ગુણોની કોઈ ખાસ જરૂર નથી હોતી. એ જ રીતે આચાર્ય પદને માટે શાસનનું સંચાલન કરવાની શક્તિ, ગચ્છના હિતાહિતની.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org