________________
જૈનધર્મને પ્રાણ
દાનકારણ માનવું એ શ્રાંતિ છે. જે એમ ન માનવામાં આવે તે અનેક દેષ ઊભા થાય છે. જેમ કે સુખ-દુઃખ, રાજા-રંકપણું, લાંબુ-ટૂંકું આયુષ્ય, સત્કાર-તિરસ્કાર, જ્ઞાન-અજ્ઞાન વગેરે અનેક પરસ્પર વિરોધી ભાવો એક જ મા-બાપનાં બે સંતાનમાં જોવામાં આવે છે એ, જે જીવને સ્વતંત્રતત્ત્વ ન માનીએ તે, કઈ રીતે અને સંદિગ્ધપણે પુરવાર ન થઈ શકે.
વૈશ્ન : જીવના અસ્તિત્વની બાબતમાં આપણે કોના ઉપર વિશ્વાસ કરવો જોઈએ?
ઉત્તર : અત્યંત એકાગ્રતાપૂર્વક, લાંબા વખત લગી આત્માનું જ મનન કરવાવાળા નિઃસ્વાર્થ ઋષિઓના વચન ઉપર તથા આપણું પિતાના અનુભવ ઉપર. અને ચિત્તને શુદ્ધ કરીને એકાગ્રતાપૂર્વક ચિંતન અને મનન કરવાથી આવો અનુભવ મળી શકે છે.
પંચ પરમેષ્ઠી પંચ પરમેષ્ટીના પ્રકાર
પ્રશ્ન : શું બધા પરમેષ્ઠી એક જ પ્રકારના છે? એમની વચ્ચે અંતર શું છે?
ઉત્તર : ના. બધાય એક પ્રકારના નથી હોતા. સ્થૂલ દૃષ્ટિએ એમના પાંચ પ્રકાર છે : (૧) અરિહંત, (૨) સિદ્ધ, (૩) આચાર્ય, (૪) ઉપાધ્યાય અને (૫) સાધુ. આ પાંચ વચ્ચે ફરક જાણવા માટે ધૂળ રૂપે એમના બે વિભાગ કરવા જોઈએ. પહેલા વિભાગમાં પહેલા બે; અને બીજા વિભાગમાં બાકીના ત્રણ પરમેષ્ટીને સમાવેશ થાય છે, કારણ કે અરિહંત અને સિદ્ધ એ બેએ તે જ્ઞાન-દર્શનચારિત્ર-વીર્ય વગેરેનો શુદ્ધ રૂપમાં પૂરેપૂરો વિકાસ કર્યો હોય છે, પણ આચાર્ય વગેરે ત્રણે આ શક્તિઓને પૂર્ણ રૂપે પ્રગટ કરી નથી હોતી, પરંતુ એને પ્રગટ કરવા માટે તેઓ પ્રયત્નશીલ હોય છે. ફક્ત અરિહંત અને સિદ્ધ એ બે જ પૂજ્ય અવસ્થાને પામેલા છે; એમને પૂજક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org