________________
આવશ્યક ક્રિયા
૧૭૧
સાવધાન કરી દેવાનું છે, જેથી આત્મા દોષમુક્ત થઈને ધીમે ધીમે પિતાના શુદ્ધ સ્વરૂપમાં અવસ્થિત થઈ જાય. આટલા માટે પ્રતિક્રમણની ક્રિયા આધ્યાત્મિક છે. કાઉસગ્ગથી ચિત્ત એકાગ્ર થાય છે, અને આત્માને પિતાના સ્વરૂપને વિચાર કરવાનો અવસર મળે છે, જેથી આત્મા. ભયમુક્ત બનીને પિતાના મુશ્કેલમાં મુશ્કેલ સાધ્યને પ્રાપ્ત કરી શકે છે. આ કારણે જ કાઉસગ્ગની ક્રિયા પણ આધ્યાત્મિક ક્રિયા છે. દુનિયામાં જે કંઈ છે એ બધું ન તે ભોગવી શકાય છે કે ન તે ભેગવવાને ગ્ય છે. અને વાસ્તવિક શાંતિ તે પાર વગરના ભાગે ભેગવીએ તે પણ મળી શકતી નથી. તેથી પ્રત્યાખ્યાન-ક્રિયા દ્વારા મુમુક્ષુઓ પિતાની જાતને નિરર્થક ભોગોથી ઉગારી લે છે અને એમ કરીને ચિરકાલીન આત્મશાંતિ મેળવે છે. તેથી પ્રત્યાખ્યાનની ક્રિયા પણ આધ્યાત્મિક જ છે. પ્રતિકમણ શબદને રૂઢ અર્થ
“પ્રતિક્રમણ' શબ્દની વ્યુત્પત્તિ “પ્રેત + ળ = પ્રતિક્રમણ એ પ્રમાણે છે. આ વ્યુત્પત્તિ પ્રમાણે એનો અર્થ “પાછા ફરવું એટલે જ થાય છે. પણ રૂટિને લીધે “પ્રતિક્રમણું” શબ્દ ફક્ત ચોથા “આવશ્યકને તેમ જ યે આવશ્યકોના સમૂહનો સૂચક બની જાય છે. છયે આવશ્યકના સૂચક તરીકે એ શબ્દની પ્રસિદ્ધિ એટલી બધી થઈ ગઈ છે કે આજકાલ “આવશ્યક’ શબ્દને પ્રયોગ કરવાને બદલે સૌ કોઈ
યે “આવશ્યકોને માટે “ પ્રતિક્રમણ” શબ્દનો ઉપયોગ કરે છે. આ રીતે વ્યવહારમાં અને અર્વાચીન ગ્રંથોમાં પ્રતિક્રમણ” શબ્દ “આવશ્યક શબ્દનો પર્યાય બની ગયો છે. પ્રાચીન ગ્રંથોમાં સામાન્ય “આવશ્યક’ના. અર્થમાં “પ્રતિક્રમણ” શબ્દનો પ્રયોગ ક્યાંય જોવામાં નથી આવ્યો. પ્રતિક્રમણગર્ભ હેતુ,” “પ્રતિક્રમણવિધિ,” “ધર્મ સંગ્રહ વગેરે અર્વાચીન ગ્રંથોમાં “પ્રતિક્રમણ” શબ્દ સામાન્ય “આવશ્યક’ના અર્થમાં વપરાયો છે, અને સાધારણ જૈન જનતામાં સામાન્ય “આવશ્યકના અર્થમાં પ્રતિક્રમણ શબ્દને એકધારે ઉપયોગ થતો હોય એમ દેખાય છે.
[દઔચિં૦ નં. ૨, પૃ. ૧૭૪-૧૮૫]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org