________________
જૈનધર્મને પ્રાણ પાશ્વસ્થ–પાસત્થા વગેરે પાંચ પ્રકારના કુસાધુઓ અવંદનીય છે. જે સિક્કામાં ચાંદી અને છાપ બને બરાબર ન હોય એને પણ કઈલેતું નથી. એ પ્રમાણે જેઓ દ્રવ્ય અને ભાવ બન્ને લિંગથી રહિત છે તેઓ વંદનીય નથી. વંદનને યોગ્ય તે ફક્ત તેઓ જ છે, જેઓ શુદ્ધ ચાંદી અને શુદ્ધ છાપવાળા સિક્કાની જેમ દ્રવ્ય અને ભાવ બને પ્રકારનાં લિંગનાં ધારક હોય.
જે વંદન કરવાને ગ્ય ન હોય એને વંદન કરવાથી વંદન કરનારને ન તો કર્મની નિર્જરા થાય છે કે ન તો કીતિ મળે છે; બબ્બે અસંયમ વગેરે દોષોની અનુમોદના કરવાથી કર્મબંધ થાય છે. અવંઘને વંદન કરવાથી કેવળ વંદન કરનારને જ દોષ લાગે છે, એવું નથી, કિંતુ ગુણ પુરુષો પાસે પોતાનું વંદન કરાવવારૂપ અસંયમની વૃદ્ધિને કારણે અવંદનીય આત્માનો પણ અધ:પાત થાય છે. ૩ વંદન બત્રીશ દષોથી રહિત હોવું જોઈએ. “અનાદત” વગેરે બત્રીસ દોષ આવશ્યકનિયુક્તિની ૧૨૦૭–૧૨૧૧ ગાથાઓમાં વર્ણવ્યા છે.
(૪) પ્રતિક્રમણ–પ્રમાદને કારણે શુભ રોગથી નીચે પડીને અને શુભ યોગ પ્રાપ્ત કરી લીધા પછી ફરીવાર શુભ યોગને પ્રાપ્ત કરે એનું નામ “પ્રતિક્રમણ” છે; તેમ જ અશુભ યોગનો ત્યાગ કરીને ઉત્તરોત્તર શુભ યોગમાં પ્રવૃત્ત થવું, એ પણ “ પ્રતિક્રમણ છે.પ્રતિવરણુ, પરિહરણ, કરણ, નિવૃત્તિ, નિંદા, ગહ અને શધિ–આ બધા “પ્રતિક્રમણ”ના પર્યાયો છે. આ શબ્દોનો ભાવાર્થ સમજાવવા માટે દરેક શબ્દની વ્યાખ્યા કરતાં એક એક દૃષ્ટાંત આપેલ છે, જે બહુ મન
૧. આવશ્યકનિયુક્તિ ગા૦ ૧૧૩૮, ૨. એજન ગા૦ ૧૧૦૮. ૩. એજન ગા. ૧૧૧૦. ૪. આવશ્યકસૂત્ર પૃ૦ ૫૫૩. ૫. આવશ્યકનિર્યુક્તિ ગા૧૨૩૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org