________________
૧પ૬
જૈનધર્મને પ્રાણ પ. બ્રહ્મચર્યના સ્વરૂપની વિવિંધતા અને તેની વ્યાપ્તિ
ઉપર આપેલી બીજી વ્યાખ્યા પ્રમાણે કામસંગના ત્યાગરૂપ બ્રહ્મચર્યને જે ભાવ સાધારણ લેકે સમજે છે તે કરતાં ઘણું સૂક્ષ્મ અને વ્યાપક ભાવ જૈન શાસ્ત્રોમાં લેવાય છે. જ્યારે કોઈ વ્યક્તિ જૈનધર્મની મુનિદીક્ષા લે છે ત્યારે તે વ્યક્તિ વડે લેવાતી પાંચ પ્રતિજ્ઞાઓમાં ચોથી પ્રતિજ્ઞારૂપે એવા ભાવના બ્રહ્મચર્યનો સ્વીકાર કરવામાં આવે છે. એ પ્રતિજ્ઞા આ પ્રમાણે છે: હે પૂજ્ય ગુરે ! હું સર્વ મૈથુનને પરિત્યાગ કરું છું અર્થાત દેવી, માનુષી કે તૈર્યચી (પશુપક્ષી સંબંધી) કોઈ પણ જાતના મિથુનને હું મનથી, વાણીથી અને શરીરથી, જીવનપર્યત નહિ એવું, તેમ જ મનથી વચનથી અને શરીરથી ત્રણ પ્રકારે બીજા પાસે જીવનપર્યત સેવરાવીશ નહિ અને બીજો કોઈ મૈથુન સેવતા હશે તો તેમાં હું એ જ ત્રણ પ્રકારે જીવનપર્વત અનુમતિ પણ નહિ આપું.
જેકે મુનિદીક્ષામાં સ્થાન પામેલ ઉપર વર્ણવેલું નવ પ્રકારનું બ્રહ્મચર્ય જ બીજી વ્યાખ્યા પ્રમાણેના બ્રહ્મચર્યનું અંતિમ અને સંપૂર્ણ સ્વરૂપ છે, છતાં તેવા એક જ પ્રકારના બ્રહ્મચર્યને દરેક પાસે પળાવવાનો દુરાગ્રહ કે મિથ્યા આશા જૈન આચાર્યોએ નથી રાખ્યાં. પૂર્ણ શક્તિ ધરાવનાર વ્યક્તિ હોય તે બ્રહ્મચર્યનો સંપૂર્ણ આદર્શ સચવાય; અને અલ્પશક્તિ અને અશકિતવાળી હોય તો પૂર્ણ આદર્શને નામે દંભ ચાલવા ન પામે એવા સ્પષ્ટ ઉદેશથી, શક્તિ અને ભાવનાની ઓછીવત્તી યોગ્યતા ધ્યાનમાં રાખી, જૈન આચાર્યોએ અસંપૂર્ણ બ્રહ્મચર્ય પણ ઉપદેશ્ય છે. જેમ સંપૂર્ણતામાં ભેદને અવકાશ નથી તેમ અસંપૂર્ણતામાં અભેદનો સંભવ જ નથી. તેથી અપૂર્ણ બ્રહ્મચર્યના અનેક પ્રકાર થઈ જાય અને તેને લીધે તેના વ્રતનિયમેની પ્રતિજ્ઞાઓ પણ જુદી જુદી હોય તે સ્વાભાવિક છે. આવા અસંપૂર્ણ બ્રહ્મચર્યના ઓગણપચાસ પ્રકારે જૈન શાસ્ત્રોમાં કલ્પાયેલા છે, અને અધિકારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org