________________
૯
જૈન દૃષ્ટિએ બ્રહ્મચર્ય વિચાર
જૈન દૃષ્ટિનું સ્પષ્ટીકરણ
માત્ર તત્ત્વજ્ઞાન કે માત્ર આચારમાં જૈન દૃષ્ટિ પૂર્ણ થતી નથી. એ તત્ત્વજ્ઞાન અને આચાર ઉભયની મર્યાદા સ્વીકારે છે. કાઈ પણ વસ્તુના ( પછી તે જડ હાય કે ચેતન )–તેની બધી બાજુઓને-વાસ્તવિક સમન્વય કરવા એ અનેકાંતવાદ જૈન તત્ત્વજ્ઞાનના મૂળ પાયા છે; અને રાગદ્વેષના નાનામેટા દરેક પ્રસંગાથી અલિપ્ત રહેવારૂપ નિવૃત્તિ એ સમગ્ર જૈન આચારના મૂળ પાયા છે. અનેકાન્તવાદનું કેન્દ્ર મધ્યસ્થતામાં છે અને નિવૃત્તિ પણ મધ્યસ્થતામાંથી જ જન્મે છે, તેથી અનેકાન્તવાદ અને નિવૃત્તિ એ બન્ને એકબીજાનાં પૂરક અને પાશ્વક છે. એ બન્ને તત્ત્વ જેટલે અંશે સમજાય અને જીવનમાં ઊતરે તેટલે અંશે જૈનધર્મનું જ્ઞાન અને પાલન થયું કહેવાય.
જૈનધર્મીનું વહેણ નિવૃત્તિ તરફ છે. નિવૃત્તિ એટલે પ્રવૃત્તિની વિરોધી બીજી બાજુ, પ્રવૃત્તિને અ રાગદ્વેષના પ્રસંગામાં ઝંપલાવવું. જીવનમાં ગૃહસ્થાશ્રમ એ રાગદ્વેષના પ્રસંગાનાં વિધાનેાનુ કેન્દ્ર છે. તેથી જે ધમ માં ગૃહસ્થાશ્રમનું વિધાન કરવામાં આવ્યું છે તે પ્રવૃત્તિધર્યું; અને જે ધમાં ગૃહસ્થાશ્રમનું નહિ પણ માત્ર ત્યાગનું વિધાન છે તે નિવૃત્તિધ, જૈનધમ એ નિવૃત્તિધમ હોવા છતાં તેના પાલન કરનારાઓમાં જે ગૃહસ્થાશ્રમના વિભાગ દેખાય છે તે નિવૃત્તિની અપૂર્ણતાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org