________________
તપ અને પરિષહ
૧૪૫
મહાન વિજય હતો. તેથી જ તે મહર્ષિ પતંજલિ તપનું પ્રયોજન બતાવતાં કહે છે કે “તપ ક્લેશને નબળા પાડવા અને સમાધિના સંસ્કારો પુષ્ટ કરવા માટે છે.” તપને પતંજલિ ક્રિયાયોગ કહે છે, કારણ કે એ તપમાં વ્રતનિયમને જ ગણે છે, તેથી પતંજલિને ક્રિયાયોગથી જુદો જ્ઞાનયોગ સ્વીકારવો પડ્યો છે. પરંતુ જૈન તપમાં તે ક્રિયાયોગ અને જ્ઞાનયોગ બને આવી જાય છે, અને એ પણ સ્મરણમાં રાખવું જોઈએ કે બાહ્ય તપ, જે ક્રિયાયોગ જ છે, તે આત્યંતર તપ એટલે જ્ઞાનગની પુષ્ટિ માટે જ છે, ને એ જ્ઞાનની પુષ્ટિ દ્વારા જ જીવનના અંતિમ સાધ્યમાં ઉપગી છે, સ્વતંત્રપણે નહિ.
[દઅચિં ભા. ૧, પૃ ૮૪૧-૪૪૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org