________________
તપ અને પરિષહ
૧૩૫
દીક્ષિત નિગ્રંથ તપસ્યાનું આચરણ કરે છે. એક રીતે મહાવીરના સાધુસંધની સમગ્ર ચર્યા જ તમય જોવા મળે છે. અનુત્તરવવામાં વગેરે આગમાં એવા અનેક મુનિઓનું વર્ણન છે કે જેઓએ ઉત્કટ તપ કરીને પોતાના દેહને કેવળ હાડપિંજર જેવો બનાવી દીધો હતો. વળી અત્યાર સુધીની જૈન પરંપરાનું શાસ્ત્ર અને સાધુઓ તેમ જ ગૃહસ્થને આચાર જેવાથી પણ આપણે એમ કહી શકીએ કે મહાવીરના શાસનમાં તપનો મહિમા વધારે છે, અને એમના ઉત્કટ તપને પ્રભાવ સંધ ઉપર એ પડે છે કે જૈનત્વ, એ તપનો બીજો પર્યાય બની ગયું છે. મહાવીરના વિહાર-સ્થળમાં અંગ-મગધ, કાશી-કેશલ મુખ્ય છે. જે રાજગૃહી વગેરે સ્થાનમાં તપસ્યા કરનાર નિગ્રંથ સંબંધી ઉલ્લેખ બૌદ્ધ ગ્રંથોમાં મળે છે, એ રાજગૃહી વગેરે સ્થાનો તો મહાવીરના સાધનાકાળનાં અને ધર્મોપદેશસમયનાં મુખ્ય ધામે હતાં, અને મહાવીરને નિગ્રંથ સંઘ મુખ્યત્વે એ સ્થાનમાં રહેતા હતા. આ રીતે બૌદ્ધ પિટકે અને આગમેની મેળવણીને આધારે આપણે નીચે મુજબ નિષ્કર્ષ તારવી શકીએ છીએ:
(૧) ખુદ મહાવીર અને એમને નિગ્રંથસંધ તમય જીવન ઉપર વિશેષ ભાર આપતા હતા.
. (૨) અંગ-મગધનાં રાજગૃહી વગેરે અને કાશી-કેશલનાં શ્રાવસ્તી વગેરે શહેરોમાં તપસ્યા કરનારા નિગ્રો મોટી સંખ્યામાં વિચરતા હતા અને રહેતા હતા. મહાવીર પહેલાં પણ તપસ્યાની પ્રધાનતા
ઉપરના કથનને આધારે મહાવીરની સમકાલીન અને ઉત્તરકાલીન નિર્ચથ પરંપરા તપસ્યાપ્રધાન વૃત્તિ ધરાવતી હતી એમાં તો કશી શંકા જ નથી રહેતી; પણ હવે વિચારવાનું એ છે કે મહાવીરની પહેલાં
૧. ભગવતી ૯-૩૩, ૨-૧; ૬-૬. ૨. એજન ૨-૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org