________________
તપ અને પરિષહ બૌદ્ધ પિટકામાં અનેક સ્થાને “નિટ”ની સાથે “તવરસી', “ ઉતારવી” જેવાં વિશેષ જોવામાં આવે છે. આ પ્રમાણે કેટલાંય બૌદ્ધ સૂત્રમાં રાજગૃહી વગેરે સ્થાનોમાં તપસ્યા કરતા નિગ્રંથનું વર્ણન મળે છે, અને ખુદ તથાગત બુદ્દે કરેલી નિગ્રંથની તપસ્યાની સમાલોચના પણ મળે છે. આ જ રીતે જ્યાં બુદ્ધ પિતાનું પૂર્વજીવન પિતાના શિષ્યોને કહ્યું ત્યાં પણ એમણે પિતાના સાધનાકાળમાં કરેલી કેટલીક એવી તપસ્યાઓનું વર્ણન કર્યું છે કે જે કેવળ નિગ્રંથ પરંપરાની જ કહી શકાય, અને જે અત્યારે ઉપલબ્ધ જૈન આગમોમાં વર્ણવાયેલી નિગ્રંથ-તપસ્યાઓ સાથે અક્ષરશઃ મળતી આવે છે. હવે આપણે એ જોઈશું કે બૌદ્ધ પિટકામાં આવતું નિર્ચથ-તપસ્યાનું વર્ણન કેટલે અંશે અતિહાસિક છે? તપસ્યપ્રધાન નિયંથપરંપરા
ખુદ જ્ઞાતપુત્ર મહાવીરનું જીવન જ ઉગ્ર તપસ્યાનું મૂર્ત સ્વરૂપ છે, જે આચારાંગના પહેલા શ્રુતસ્કંધમાં જોવા મળે છે. એ ઉપરાંત આગમેના બધાય પ્રાચીન સ્તરોમાં જ્યાં ક્યાંય કોઈએ પ્રત્રજ્યા લીધાનું વર્ણન આવે છે, ત્યાં શરૂઆતમાં જ આપણે જોઈએ છીએ કે એ
૧. મઝિમનિકાય સુત્ર ૫૬ અને ૧૪. ૨. એજન સુ. ૨૬. અ૦ કેસંબીકૃત બુદ્ધચરિત (ગુજરાતી).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org