________________
૧૩૨
જૈનધર્મનો પ્રાણ એ સાવધ અને સશક્ત અવસ્થામાં જ ધ્યાન અને તપસ્યા દ્વારા એવી તૈયારી કરી લે કે જેથી એને ન તે મરણથી ડરવું પડે કે ન કેઈની સેવા લેવી પડે. એ પિતાની બધી જવાબદારીઓને અદા કર્યા પછી બાર વર્ષ સુધી એકલે ધ્યાન-તપ કરીને પોતાના જીવનને ઉત્સર્ગ –ત્યાગ કરે છે. પણ આ કલ્પ–આચાર તે કેવળ જિનકલ્પીને માટે જ છે. બાકીનાં વિધાન જુદા જુદા અધિકારીઓને માટે છે. આ બધાને સાર એ છે કે જે સ્વીકારેલી સત્રતિજ્ઞાઓને ભંગ થવાનો વખત આવે, અને એ ભંગને જે સહન કરી શકતા ન હોય, એને માટે પ્રતિજ્ઞાભંગ કરતાં પ્રતિજ્ઞાનું પાલન કરવાપૂર્વક મરણનો સ્વીકાર કરવો એ જ કલ્યાણકારી છે. આમાં તો આધ્યાત્મિક વીરતા છે, એ કંઈ સ્થળ જીવનના લેભથી આધ્યાત્મિક ગુણોથી ચલિત થઈને મૃત્યુથી ભાગી છૂટવાની કાયરતા નથી કે સ્થળ જીવનની નિરાશાથી કંટાળીને મેતના મોંમાં ઓરાઈ જવાની આત્મઘાતને નામે ઓળખાતી બાલિશતા પણ નથી. આવી વ્યક્તિ મૃત્યુથી જેટલી નિર્ભય હોય છે એટલી જ એને માટે તૈયાર પણ હોય છે. એ જીવનપ્રિય હોય છે, જીવનમહી નહીં. સંલેખના, એ કંઈ મરણને આમંત્રણ આપવાની વિધિ નથી, પણ પિતાની મેળે આવી પહોંચનાર મરણને માટે નિર્ભય બનવાની તૈયારી માત્ર જ છે. એની પછી સંથારાને અવસર પણ આવી શકે છે. આ રીતે આ આખો વિચાર અહિંસા અને એમાંથી પ્રગટતા સદ્ગણે તરક્કી તન્મયતામાંથી જ જભ્યો છે, જે આજે પણ અનેક રૂપે શિષ્ટ જોને માન્ય છે. બૌદ્ધધર્મમાં આત્મવિધ - ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણને જે એમ લખ્યું છે કે બૌદ્ધધર્મ સ્યુસાઈડ (suicide) આત્મવધને નથી માનતે, એ બરાબર નથી. ખુદ બુદ્ધના સમયમાં ભિક્ષુ છન્ન અને ભિક્ષુ વલીએ અસાધ્ય રેગને લીધે આત્મવધ કર્યો હતો, અને તથાગત એને માન્ય રાખ્યો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org