________________
૧૪
માનનારા હતા; અને ઉપનિષદના ઋષિઓ કેવળ જીવને એટલે કે આત્મા —–પુરુષ--બ્રહ્મને માનનારા હતા. એ બન્ને તેને સમન્વય જીવ અને અજીવ માનીને જૈન દર્શનમાં થયા છે. સંસાર અને સિદ્ધિ-નિર્વાણુ કે બંધન અને મુક્તિ એ તા જ ધટે જો જીવ અને ઇતર હોય. આથી જીવ અને અજીવ બન્નેના અસ્તિત્વની તાર્કિક સંગતિ જૈનાએ સિદ્ધ કરી; અને પુરુષ અને પ્રકૃતિનું અસ્તિત્વ માની પ્રાચીન સાંખ્યાએ પણ એ સંગતિ સાધી. વળી આત્માને કે પુરુષને કેવળ ફૂટસ્થ માનવાથી પણ બુધ-મેાક્ષ જેવી વિરાધી અવસ્થાઓ જીવમાં ઘટી શકે નહિ, આથી બધાં દર્શાનાથી જુદા પડીને, બૌદ્ધસમતા ચિત્તની જેમ, આત્માને પણ એક અપેક્ષાએ જૈને એ અનિત્ય માન્યા. અને બધાની જેમ નિત્ય માનવામાં પણ જૈતેને વાંધા તો છે જ નહિ. કારણ કે બંધ અને મેક્ષ અને પુનર્જીવનનું ચક્ર એક જ આત્મામાં છે. આમ આત્મા જૈન મતે પરિણામી નિત્ય માનવામાં આવ્યા. સાંખ્યાએ પ્રકૃતિ-જડ તત્ત્વને તા પરિણામી નિત્ય માન્યું હતું, પણ પુરુષને કૂટસ્થ. પરંતુ જૈનાએ જડ અને જીવ બન્નેને પરિણામી નિત્ય માન્યાં. આમાં પણ તેમની અનેકાંતષ્ટિ સ્પષ્ટ થાય છે.
જીવના ચૈતન્યના અનુભવ માત્ર દેહમાં થતા હાઈ જૈન મતે જીવ–આત્મા દેહપરિમાણુ છે. નવા નવા જન્મેા જીવને ધારણ કરવા પડે છે તેથી તેને ગમનાગમન અનિવાર્ય છે. આથી જીવને ગમનમાં સહાયક દ્રવ્ય ધર્માસ્તિકાયને નામે અને સ્થિતિમાં સહાયક દ્રવ્ય અધર્મીસ્તિકાયને નામે–એમ એ અજીવ દ્રબ્યા માનવાં અનિવાય થઈ પડયાં. તે જ રીતે જીવને જો સંસાર હોય તે બધન હોવું જોઈ એ. એ બધન પુદ્ગલ એટલે કે જડ દ્રવ્યનુ છે. આથી પુદ્ગલાસ્તિકાય રૂપે એક અન્ય પણ અજીવ દ્રવ્ય મનાયું. આ બધાંને અવકાશ આપે એવું જે દ્રવ્ય તે આકાશ; એ પણ જરૂપ અજીવ દ્રવ્ય માનવું જરૂરી હતું. આ પ્રમાણે જૈનદર્શનમાં જીવ, ધર્મ, અધમ, આકાશ અને પુદ્ગલ એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org