________________
જૈનધર્મને દાર્શનિક સિદ્ધાંત અનેકાંત ફલિત થયો છે. વિચારનાં દ્વારા ખુલ્લાં રાખે, તમને બધાના વિચારોમાંથી સત્ય જડી આવશે– આ છે અનેકાંતને અર્થ. સત્યના આગ્રહી માટે સર્વપ્રથમ પિતાને એ કદાગ્રહ કે “મારું તે જ સાચું અને બીજું જૂઠું'—એ છોડવો જ પડે એ ન છોડે ત્યાં સુધી તે બીજાને અન્યાય જ કરશે અને તે જ તે હિંસા છે. આથી અહિંસકને માટે અનેકાંતવાદી થવું અનિવાર્ય છે. આથી જૈનધર્મમાં જે દર્શનને વિકાસ થયો તે એકાંતવાદી નહિ પણ અનેકાંતવાદી દર્શનને થયો છે.
અહિંસાને જીવનવ્યવહાર માટે જે આચાર તે જ જૈનધર્મ; અને અહિંસાથી ફલિત થતું દર્શન તે જૈન દર્શન. આથી જૈનધર્મને અનુસરનાર શ્રમણના જીવનવ્યવહારમાં સ્થૂળ જીવની રક્ષાથી આગળ વધીને જે સૂક્ષ્મ જીવો છે, જે નરી આંખે દેખાતા પણ નથી, તેમની રક્ષાની પણ ભાવના છે. અને એ ભાવનાને આધારે જ આચારના વિધિ-નિષેધાની હારમાળા ઘડાઈ છે. એને સંપૂર્ણતઃ અનુસરવાનો પ્રયત્ન શમણે અને અંશતઃ અનુસરવાનો પ્રયત્ન શ્રાવકે કરે છે.
આચારની પાછળ દર્શન ન હોય તો આચારની સાધનામાં નિષ્ઠા આવતી નથી. આથી દરેક ધર્મો જીવના બંધ અને મેક્ષ તથા
જીવન જગત સાથેનો સંબંધ તથા જગતના સ્વરૂપ વિષે અનિવાર્ય રીતે વિચાર કરવો પડે છે. એ અનિવાર્યતામાંથી સમગ્ર જૈન દર્શન ઊભું થયું છે. પ્રથમ કહેવાયું તેમ જૈનદર્શનના વિચારની એ વિશેષતા છે કે તે સત્યની શોધ માટે તત્પર છે અને આથી જ સકલ દર્શનના સમૂહરૂપ જૈન દર્શન છે–એવો ઉલ્લેષ આચાર્ય જિનભદ્ર જેવા આચાર્યો કરી ગયા છે.
જૈન દર્શનનાં મૂળ તો બે જ છેઃ જીવ અને અજીવ. એ બેને વિસ્તાર પાંચ અસ્તિકાયરૂપે, છ દ્રવ્યરૂપે અથવા સાત તત્વ કે નવ તત્વરૂપે વર્ણવવામાં આવે છે. ચાર્વા કે કેવળ અવને પાંચ ભૂતરૂપે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org