________________
૧૧૪
જૈનધર્મને પ્રાણ
બૌદ્ધ બને પરંપરાઓ વૈદિક હિંસાને એકસરખો વિરોધ કરે છે અને જ્યારે બન્નેની અહિંસાની વ્યાખ્યામાં કોઈ તાત્વિક મતભેદ નથી, તો પછી શરૂઆતમાં જ બન્ને વચ્ચે અંદરોઅંદર ખંડનમંડન શા માટે શરૂ થયું અને શા માટે ચાલતું રહ્યું ? આ એક પ્રશ્ન છે. જ્યારે આપણે બને પરંપરાઓનું સાહિત્ય ધ્યાનપૂર્વક વાંચીએ છીએ ત્યારે આને જવાબ આપણને મળી જાય છે. ખંડનમંડનનાં અનેક કારણોમાંનું મુખ્ય કારણ તો એ જ છે કે જૈન પરંપરાએ નવકાટી અહિંસાની સૂક્ષ્મ વ્યાખ્યાનો અમલ કરવાને માટે બાહ્ય પ્રવૃત્તિઓનું જે વિશેષ નિયંત્રણ કર્યું એ બૌદ્ધ પરંપરાએ ન કર્યું. જીવનને લગતી બાહ્ય પ્રવૃત્તિઓનું અતિનિયંત્રણ અને મધ્યમ માર્ગમાંથી જન્મેલ શિથિલતા, એ બે વચ્ચેના પ્રબળ ભેદમાંથી જ જૈન અને બૌદ્ધ પરંપરાઓ અંદરોઅંદર ખંડનમંડનમાં પડી ગઈ. જૈન સાહિત્યમાંના અહિંસાને લગતા ઊહાપોહમાં આ ખંડનમંડનનો પણ સારો એવો હિસ્સો છે. જ્યારે આપણે બને પરંપરાઓના ખંડનમંડનનું તટસ્થ રીતે અવલોકન કરીએ છીએ ત્યારે નિઃસંકોચપણે કહેવું પડે છે કે મોટેભાગે બન્ને એકબીજાને ખોટી રીતે સમજ્યાં છે. આનો એક દાખલ મઝિમનિકાયનું ઉપાલિસુત્ત અને બીજો દાખલો સૂત્રકૃતાંગ (૧. ૧. ૨. ૨૪–૩૨; ૨. ૬. ૧૬–૨૮) છે. અહિંસાની કટીની હિંસા
જેમ જેમ જૈન સાધુસંધનો વિસ્તાર થતો ગયો અને ભિન્ન ભિન્ન દેશ તથા કાળમાં નવી નવી પરિસ્થિતિને કારણે નવા નવા પ્રશ્નો પેદા થતા ગયા તેમ તેમ જૈન તત્વચિંતકેએ અહિંસાની વ્યાખ્યા અને એના વિશ્લેષણમાંથી એક સ્પષ્ટ નો વિચાર પ્રગટ કર્યો. તે એ કે જે અપ્રમત્ત ભાવે કોઈ જીવની વિરાધના–હિંસા થઈ જાય કે કરવી પડે તો એ કેવળ અહિંસાકેટીની છે, અને તેથી એ નિર્દોષ જ નહીં
૧. જુઓ જ્ઞાનબિંદુમાં ટિપ્પણમાંનાં જૈન અને બૌદ્ધ અવતરણે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org