________________
આધ્યાત્મિક વિકાસક્રમ
(૪) અજ્ઞાનને લીધે ઈષ્ટ–અનિષ્ટરૂપે કલ્પાયેલી વસ્તુઓમાંથી જ્યારે વિવેકને લીધે ઈષ્ટ–અનિષ્ટપણાની ભાવના નષ્ટ થાય છે ત્યારે તેવી સ્થિતિ સમતા કહેવાય છે.
(૫) વાસનાના સંબંધથી ઉત્પન્ન થનારી વૃત્તિઓને નિમૂળ નિરોધ કરવો તે વૃત્તિસંક્ષય.૧
આ બન્ને પ્રકારનાં વર્ણને એ પ્રાચીન જૈન ગુણસ્થાનકના. વિચારોનું નવીન પદ્ધતિએ વર્ણન માત્ર છે.
[દઅચિં૦ ભાગ ૨, પૃ૦ ૧૦૧૧-૧૦૧૪, ૨૦૧૭-૧૦૨૧]
૧. જુઓ યોગબિંદુ ગ્લૅક ૩પ૭ થી ૩૬૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org