________________
આધ્યાત્મિક વિકાસક્રમ
૧૦૧
છેવટે આત્મિક બળ સામે તે અગણ્ય છે. લાખા મણ ધાસ અને લાકડાંને ખાળવા તેટલા જ અગ્નિની જરૂર નથી હતી; તે માટે તા અગ્નિના એક કણ પણ અસ છે. શુભ, પ્રમાણમાં ઘેાડું હાય તાપણુ તે લાખેાગણા અશુભ કરતાં વધારે બળવાન હેાય છે. જ્યારે આત્મામાં ચેતનતાનું સ્ફુરણ સહેજ વધે છે અને રાગદ્વેષ સાથેના આત્માના યુદ્ધમાં જ્યારે રાગદ્વેષની શક્તિ ઘટે છે, ત્યારે આત્માનું વી, જે અત્યાર સુધી ઊલટી દિશામાં કામ કરતું, તે ખરી દિશામાં વળે છે. તે જ વખતે આત્મા પોતાના ધ્યેયને નિર્ધાર કરી તે મેળવવા દૃઢ નિશ્ચય કરી લે છે અને તે માટે તે પ્રવૃત્તિ કરવા લાગે છે. આ વખતે આધ્યાત્મિક વિકાસને પાયા નંખાય છે. હવે પછી આત્મા પેાતાની જ્ઞાન અને વીશક્તિની મદદ લઈ અજ્ઞાન અને રાગદ્વેષ સાથે કુસ્તી કરવા અખાડામાં ઊતરી જાય છે; કદાચ તે કયારેક હાર ખાય છે, પણ છેવટે તે હારના પરિણામે જ વધેલ જ્ઞાન અને વી - શક્તિને લઈ હરાવનાર અજ્ઞાન અને રાગદ્વેષને દબાવતા જ જાય છે. જેમ જેમ તે દબાવતા જાય છે તેમ તેમ તેને ઉત્સાહ વધતા જાય છે. ઉત્સાહવૃદ્ધિ સાથે જ એક અપૂર્વ આનંદની લહેર છૂટે છે, અને આનંદની લહરીમાં આનખશિખ ડૂબેલ આત્મા અજ્ઞાન તેમ જ રાગદ્વેષના ચક્રને વધારે ને વધારે નિળ કરતા પાતાની સહજ સ્થિતિ તરફ્ આગળ વધતા જાય છે. આ સ્થિતિ આધ્યાત્મિક વિકાસક્રમની છે.
. આ સ્થિતિની છેવટની મર્યાદા એ જ વિકાસની પૂર્ણતા. આ પૂર્ણતા પ્રાપ્ત થઈ એટલે સંસારથી પર સ્થિતિ પ્રાપ્ત થઈ. તેમાં કેવળ સ્વાભાવિક આનંદ જ સામ્રાજ્ય હેાય છે. આ મેાક્ષકાળ. ચૌદ ગુણસ્થાન અને તેની સમજૂતી
જૈન સાહિત્યના પ્રાચીન ગ્રંથે, જે આગમના નામથી ઓળખાય છે, તેમાં સુધ્ધાં આધ્યાત્મિક વિકાસના ક્રમ સબંધી વિચારા વ્યવસ્થિત રીતે મળી આવે છે. તેમાં આત્મિક સ્થિતિના ચૌદ વિભાગે કરવામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org