________________
જૈન તત્વજ્ઞાન હેતુ, નિર્વાણુમાર્ગ અને નિર્વાણુ એ ચાર આર્યસત્ય તરીકે વર્ણવેલાં છે. સાંખ્ય અને શાસ્ત્રમાં એને જ હેય, હેયહેતુ, હાને પાય અને હાન કહી ચતુર્વ્યૂહ તરીકે વર્ણવેલ છે. ન્યાય અને વૈશેષિક દર્શનમાં પણ એ જ વસ્તુ સંસાર, મિથ્યાજ્ઞાન, સમ્યફજ્ઞાન અને અપવર્ગનાં નામ આપી વર્ણવેલ છે. વેદાંત દર્શનમાં સંસાર, અવિદ્યા, બ્રહ્મસાક્ષાત્કાર અને બ્રહ્મભાવના નામથી એ જ વસ્તુ દર્શાવવામાં આવી છે.
જૈન દર્શનમાં બહિરાભા, અન્તરાત્મા અને પરમાત્માની ત્રણ સંક્ષિપ્ત ભૂમિકાઓને જરા વિસ્તારી ચૌદ ભૂમિકારૂપે પણ વર્ણવેલી છે, જે જૈન પરંપરામાં ગુણસ્થાનના નામથી જાણીતી છે. યોગવાસિક જેવા વેદાન્તના ગ્રન્થમાં પણ સાત અજ્ઞાનની અને સાત જ્ઞાનની એમ ચૌદ આત્મિક ભૂમિકાઓનું વર્ણન છે. સાંખ્યયોગ દર્શનની ક્ષિપ્ત, મૂઢ, વિક્ષિપ્ત, એકાગ્ર અને નિદ્ધ એ પાંચ ચિત્તભૂમિકાઓ પણ એ જ ચૌદ ભૂમિકાઓનું સંક્ષિપ્ત વર્ગીકરણ માત્ર છે. બૌદ્ધ દર્શનમાં પણ એ જ આધ્યાત્મિક વિકાસક્રમને પૃથજન, સંતાપન્ન આદિ તરીકે છ ભૂમિકાઓમાં વહેંચી વર્ણવેલ છે. આ રીતે આપણે બધાં જ ભારતીય દર્શનેમાં સંસારથી મેક્ષ સુધીની સ્થિતિ, તેને ક્રમ અને તેનાં કારણે વિશે તદ્દન એક મત અને એક વિચાર વાંચીએ છીએ ત્યારે પ્રશ્ન થાય છે કે જ્યારે બધાં જ દર્શનના વિચારોમાં મૌલિક એકતા છે ત્યારે પંથ પંથ વચ્ચે કદી ન સંધાય એ આટલે બધો ભેદ કેમ દેખાય છે?
આનો ઉત્તર સ્પષ્ટ છે. પથેની ભિન્નતા મુખ્ય બે વસ્તુઓને આભારી છેઃ તત્વજ્ઞાનની જુદાઈ અને બાહ્ય આચાર-વિચારની જુદાઈ કેટલાક પશે તે એવા જ છે કે જેમના બાહ્ય આચાર-વિચારમાં તફાવત હોવા ઉપરાંત તત્ત્વજ્ઞાનની વિચારસરણીમાં પણ અમુક ભેદ હેાય છેજેમ કે વેદાન્ત, બૌદ્ધ અને જૈન આદિ પંથે. વળી કેટલાક પથો કે તેના ફાંટાઓ એવા પણ હોય છે કે જેમની તત્ત્વજ્ઞાનવિષયક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org